યુદ્ધની નવી રણનીતિ પર સેનાનું કામ જારી : રિપોર્ટ

સંરક્ષણ મંત્રાલયને પ્લાન મોકલી દેવાયો
By: admin   PUBLISHED: Sun, 10 Feb 2019 00:13:50 +0530 | UPDATED: Sun, 10 Feb 2019 00:13:50 +0530

આવનાર દિવસોમાં પંજાબના વેસ્ટર્ન કમાન્ડમાં અભ્યાસ પ્રક્રિયા હાથ ધરાશે : ચીન અને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ

પાકિસ્તાનની નાપાક હરકતો અને ચીનની ધમકીઓ વચ્ચે ભારતય સેના હવે પોતાને વધુ વ્યવસ્થિત અને મજબૂત કરવા માટે નવી રણનીતિ ઉપર કામ કરી રહી છે. આમાં યુદ્ધની સ્થિતિમાં નવા કોન્સેપ્ટથી કામ કરી શકાય તે માટે આને ઇન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ્સ (આઈબીજી) નામ આપવામાં આવ્યું છે. આવનાર કેટલાક મહિના સુધી પંજાબમાં વેસ્ટર્ન કમાન્ડમાં આના માટે અભ્યાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. નવા પ્લાનને સેનાએ સંરક્ષણ મંત્રાલયની પાસે મોકલી દીધો છે. ત્યાંથી ઓર્ડર મળી ગયા બાદ પરીક્ષણ કરવામાં આવશે અને સફળ રહેવાની સ્થિતિમાં તેને લાગૂ કરવામાં આવશે.

આઈબીજી કોન્સેપ્ટના અભ્યાસ માટે સેના દળને બે હિસ્સામાં વિભાજિત કરીને અભ્યાસ કરાય છે. આમાથી પહેલાના રોલ ક્રોસ બોર્ડર ઓપરેશનમાં આક્રમક ભૂમિકા અદા કરવાના રહેશે. જ્યારે બીજા દળની જવાબદારી દુશ્મનના હુમલાને રોકવા અને પોતાના બચાવ માટેની રણનીતિ રહેશે. આર્મી આ કોન્સેપ્ટને બ્રિગેડ વ્યવસ્થાની જગ્યાએ લાગૂ કરવા માટે ઇચ્છુક છે.

આઈબીજી પોતાના પર યુદ્ધની સ્થિતિમાં વધુ સારીરીતે કઇ રીતે કામ કરી શખયા તેના ઉપર કામ કરશે. બ્રિગેડ વ્યવસ્થાને યુદ્ધની સ્થિતિમાં જરૂરી સાધન સામગ્રી માટે રાહ જોવી પડશે નહીં. બ્રિગેડમાં ઓછામાં ઓછી ત્રણથી ચાર યુનિટ હોય છે. દરેક યુનિટમાં ૮૦૦ સૈનિકો હોય છે. આઈબીજી કોન્સેપ્ટમાં યુદ્ધના તમામ જરૂરી સાધન સામગ્રી ઉપર જોર આપવામાં આવશે. તોપ, ટેંક, એર ડિફેન્સનો સમાવેશ થાય છે.

સંખ્યા અને ક્વાલીટી ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે જેનાથી દુશ્મનની સરહદ પર જઈને આક્રમક શક્તિ પ્રદર્શન કરી શકાશે. હુમલાનું કામ આર્મીના મુખ્ય દળોનું રહેશે. આ દળ ક્રોસ બોર્ડર થનાર આક્રમક ઓપરેશનને અંજામ આપશે. ડિવિઝનમાં એવા કુલ ચાર દળ રહેશે જેમાં ટેંક અને તોપ મોટી સંખ્યામાં રહેશે. પોતાની સરહદની સુરક્ષા માટે પણ આર્મીને નવી રણનીતિ બનાવી દીધી છે. ડિફેન્સ કરવા માટે પણ આવનાર સમયમાં પહેલાની સરખામણીમાં વધારે જવાનો રહેશે. આનું મુખ્ય કામ સ્ટ્રાઇક ગ્રુપને સાથ આપવાનું રહેશે અને પોતાના ક્ષેત્રનો બચાવ કરવાનું પણ કામ રહેશે.

નવા પ્લાનની સાથે સાથે

પાકિસ્તાનની નાપાક હરકતો અને ચીનની ધમકીઓ વચ્ચે ભારતય સેના હવે પોતાને વધુ વ્યવસ્થિત અને મજબૂત કરવા માટે નવી રણનીતિ ઉપર કામ કરી રહી છે.

યુદ્ધની નવી રણનીતિ પર ભારતીય સેનાએ કામગીરી હાથ ધરી

પાકિસ્તાનની નાપાક હરકતો અને ચીનની ધમકીઓ વચ્ચે ભારત દ્વારા આક્રમક તૈયારી કરવામાં આવી

યુદ્ધની સ્થિતિમાં નવા કોન્સેપ્ટથી કામ કરવામાં આવશે

આ નવા કોન્સેપ્ટને આઈબીજી નામ આપવામાં આવ્યું

યુદ્ધની નવી રણનીતિ અંગે પ્લાન સંરક્ષણ મંત્રાલયને મોકલી દેવામાં આવ્યો છે

નવા પ્લાન મુજબ કામ થયા બાદ પરીક્ષણ પછી સફળ રહેશે તો દેશમાં અમલી કરવામાં આવશે

આઈબીજી કોન્સેપ્ટના અભ્યાસ માટે સેના દળને બે હિસ્સામાં વિભાજિત કરીને અભ્યાસ કરાશે

એક ટીમ ક્રોસ બોર્ડર ઓપરેશનમાં આક્રમક ભૂમિકામાં રહેશે જ્યારે અન્ય ટીમ દુશ્મનના હુમલાને રોકવા અને પોતાનો બચાવ કરશે

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.