દેશમાં ૧૨ ટકા જમીન ક્ષેત્રમાં ભયંકર ભુસ્ખલનનો ખતરો છે

દેશની કુલ ૨.૪ લાખ વર્ગકિલોમીટર જમીન ભૂસ્ખલન માટે ખતરાના ઝોન :હિમાલય ક્ષેત્રમાં સૌથી વધુ અસર
By: admin   PUBLISHED: Wed, 16 May 2018 14:31:39 +0530 | UPDATED: Wed, 16 May 2018 14:31:39 +0530

ભારતીય ભૂગર્ભ સર્વેક્ષણ વિભાગનું તારણ

છેલ્લા કેટલાક સમયથી દેશમાં ભુસ્ખલનની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે તાજેતરમાં કરવામાં આવેલા એક સંશોધનમાં જાણવા મળ્યુ છે કે, ભારતના કુલ ૧૨ ટકાથી વધુ જમીન વિસ્તારમાં ભયંકર ભુસ્ખલનનો ઘટનો મંડરાઈ રહ્યો છે. આ જમીન કુલ ૪.૨ લાખ વર્ગકિલોમીટરની થાય છે. કેન્દ્ર સરકારના ખાણ મંત્રાલયના નિર્દેશ મુજબ ભારતીય ભુગર્ભ સર્વેક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલ આ સંશોધનમાં જણાવ્યા મુજબ, ભારતની કુલ જમીનમાંથી ૧૨.૬ ટકા જમીન ભુસ્ખલનના ખતરાના ઝોનમાં આવે છે.

આ સંશોધનમાં જણાવાયુ છે કે, ભુસ્ખલનના ખતરાવાળા કુલ જમીન ભાગમાંથી ૧.૮ લાખ વર્ગકિલોમીટર વિસ્તાર ઉત્તર પૂર્વ હિમાલયની પહાડીમાં આવેલ છે. જેમાં દાર્જલિંગ અને સિક્કિમ વિસ્તારનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧.૪ લાખ વર્ગ કિલોમીટર વિસ્તાર ઉત્તર પશ્ચિમ હિમાલયમાં આવેલો છે. જેમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યોનો સમાવેશ થાય છે.

સંશોધનમાં જણાવાયુ છે કે, ૦.૯ લાખ વર્ગકિલોમીટર ક્ષેત્ર પશ્ચિમઘાટ અને પર્વતીય ક્ષેત્રમાં આવેલ છે જેમાં તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશના અરુકુ વિસ્તારના પૂર્વ ઘાટના ૦.૧ લાખ વર્ગ કિલોમીટર વિસ્તાર પણ ભુસ્ખલનના ખતરામાં આવે છે.

કોલકત્તા સ્થિત ભારતીય ભુગર્ભ સર્વેક્ષણ વિભાગના વૈજ્ઞાનિકોએ જણાવ્યુ હતું કે, ભુસ્ખલનના ખતરાવાળા હિમાલયના વિસ્તારમાં ભયંકર ભૂકંપ આવવાની શક્યતા છે. આ વિસ્તારમાં ૮થી ૯ની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે તેમજ આ વિસ્તારમાં ભયંકર ભુસ્ખલનની શક્યતા પણ નકારી શકાતી નથી. જેથી અગમચેતીના પગલા ભરવાની જરુર છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.