Wednesday,19 September 2018,09:12:39

સ્વચ્છતા મામલે લોકો માત્ર પોતાનુ જ વિચારે છે : અનુષ્કા

લોકો પોતાના ઘરને સાફ રાખે છે પણ તેમને બહારની ગંદકી સાથે કોઈ લેવા દેવા હોતા નથી : અનુષ્કા શર્મા
By: admin   PUBLISHED: Fri, 14 Sep 2018 17:43:58 +0530 | UPDATED: Fri, 14 Sep 2018 17:43:58 +0530

સ્વચ્છતા હી સેવા સાથે જોડાઈ અનુષ્કા

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા વડાપ્રધાન મોદી દ્વારા ચલાવવામાં આવી રહેલ સ્વચ્છતા હી સેવા આંદોલન સાથે જોડાઈ ગઈ છે. આ સેવા આંદોલનને લઈને અનુષ્કાએ જણાવ્યુ કે, તેને ખૂબ જ અફસોસ થાય છે કે સ્વચ્છતાને લઈને લોકોના વિચાર અલગ-અલગ છે. આ મામલામાં લોકો માત્ર પોતાના વિશે વિચારીને પોતાના ઘરને સાફ રાખે છે અને ઘરની બહારની ગંદકીથી તેમને કોઈ લેવા દેવા નથી હોતુ.

અનુષ્કાએ વધુમાં જણાવ્યુ કે, હવે હું સ્વચ્છતા ભારત અભિયાન સાથે સત્તાવાર રીતે જોડાઈ ગઈ છું. આ બધાની પર્સનલ પસંદગી છે, પરંતુ આની ઈફેક્ટ મોટા લેવલ પર થાય છે. પર્યાવરણ કોઈ દેશ-વિશેષનુ નહીં પણ સમગ્ર બ્રહ્માંડનુ છે. આ મામલે મારા કોઈપણ પ્રકારના નિર્ણયથી સમગ્ર દુનિયાની જનતાને ફરક પડે છે. પર્યાવરણમાં તમામનો એક સરખો અધિકાર છે. તેણે વધુમાં જણાવ્યુ કે, ક્યારેય ક્યારેક મને એમ લાગે છે કે લોકો માત્ર પોતાના વિશે જ વિચારે છે. લોકોમાં તમામને સાથે લઈને ચાલવાની ભાવના નથી. આ ખૂબ જ નિમ્નકક્ષાની વિચારધારા છે. જેને બદલવી જોઈએ.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.