Wednesday,19 September 2018,09:11:34

સાયન્ટીસ્ટ બનવા માંગતો હતો : અનુરાગ કશ્યપ

મિત્રની સલાહ બાદ તેઓ થિયેટર સાથે જોડાયા
By: admin   PUBLISHED: Mon, 10 Sep 2018 14:21:30 +0530 | UPDATED: Mon, 10 Sep 2018 14:21:30 +0530

મુંબઇ,

જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર અનુરાગ કશ્યપ આજે તેમના ૪૬મા જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે.  ત્યારે આ પ્રસંગે તેમની કેટલીક અજાણી વાતો સામે આવી છે. અનુરાગ કશ્યપ બાળપણથી જ સાયન્સ પ્રત્યે વધુ રસ ધરાવતા હતા. તેઓ એક સાયન્ટીસ્ટ બનવા માંગતા હતા. જોકે તેમના મિત્રની સલાહ બાદ તેઓ થિયેટર સાથે જોડાયા હતા, જ્યાંથી તેઓ એકબાદ એક સફળતા હાંસલ કરતા ગયા અને આજે તેઓ આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચી ગયા.

અનુરાગ કશ્યપે એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, કોલેજની છોકરીઓનાકારણે તેમનુ મન શિક્ષણથી દૂર ભાગતુ હતું.  જોકે તેમને સાયન્સ પ્રત્યે ખૂબ જ રસ હતો અને તેઓ સાયન્ટીસ્ટ બનવા માંગતા હતા. તેમણે જણાવ્યુ કે, મારા મિત્રની સલાહ બાદ હું થિયેટરમાં આવ્યો અને ત્યારબાદ એમાં રસ જાગવા લાગ્યો અને હાલ હું મારા ફિલ્મી કરીયરને લઈ ખુશ છું. આગામી સમયમાં હું વધુ સારુ  દર્શકોને આપવા માંગુ છું.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.