હવે લોઅર બજેટની કોમેડી બનાવશે અનુરાગ

બસુએ હવે નિર્ણય કર્યો છે કે તેઓ એવી જ ફિલ્મો બનાવશે
By: admin   PUBLISHED: Mon, 12 Mar 2018 12:53:43 +0530 | UPDATED: Mon, 12 Mar 2018 12:53:43 +0530

મુંબઈ,

રણબીર કપુર અને કેટરીના કૈફઅભિનીત ફિલ્મ જગ્ગા જાસુસ બોક્સ ઓફિસ પર પીટાઈ ગયા બાદ ડાયરેક્ટર અનુરાગ બસુએ એ નક્કી કર્યુ છે કે તેઓ હવે કોઈ મોટા બજેટની ફિલ્મ નહીં બનાવે. સુત્રોનુ માનીએ તો અનુરાગ બસુ હવે નવી ફિલ્મ બનાવવા મામલે ફુંકી ફુંકીને પગલા ભરી રહ્યા છે. સાડા ત્રણ વર્ષમાં તૈયાર થયેલ જગ્ગા જાસુસ ફિલ્મનુ બજેટ ૧૦૦ કરોડથી વધુ હતું. પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ઉંધા માથે પટકાઈ હતી, જેના સદમામાંથી અનુરાગ બસુ બહાર નીકળી શક્યા નથી.

ત્યારે અનુરાગ બસુએ હવે નિર્ણય કર્યો છે કે તેઓ એવી જ ફિલ્મો બનાવશે જેનુ બજેટ પાંચ કરોડથી વધુનુ ન હોય. તેઓ જાને ભી દો યારો જેવી ઓછા બજેટની કોમેડી ફિલ્મથી ખૂબ જ પ્રભાવિત છે અને તેઓ ફિલ્મ બનાવવા માટે આજ પ્રકારની એક કોેમેડીથી ભરપુર વાર્તાની તલાશમાં છે, તેમજ ફિલ્મમાં પણ નવા કલાકાર લેવામાં આવશે. આ કલાકારોની શોધ પણ શરુ કરી દેવાઈ છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.