Wednesday,19 September 2018,09:16:42

પીએફ ધારકોને મળી શકે છે શેરબજારમાં રોકાણની તક

ખાતા ધારક પોતાના જોખમ ઉપર પીએફ ફંડમાંથી શરે બજારમાં રોકતા નાણાનુ પ્રમાણ વધારી કે ઘટાડી પણ શકશે
By: admin   PUBLISHED: Sat, 14 Apr 2018 16:05:43 +0530 | UPDATED: Sat, 14 Apr 2018 16:05:43 +0530

ઈપીએફઓ દ્વારા હાથધરવામાં આવી વિચારણા

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)ના પાંચ કરોડથી વધુ ગ્રાહકોને ટુંક સમયમાં પોતાના પ્રોવિડેન્ટ ફંડમાંથી એક્સચેન્જ ટ્રેડડ ફંડ (ઈટીએફ) મારફતે શેરોમાં રોકાણ વધારવા કે ઘટાડવાનો વિકલ્પ મળી શકે છે. ઈપીએફઓના બોર્ડની બેઠકમાં આ  સંભાવના અંગે વિચાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંગઠન દ્વારા આગામી સમયમાં આ અંગે રિપોર્ટ તૈયારી કરીને બોર્ડની બેઠકમાં મંજુરી માટે રજુ કરવામાં આવશે. જો બોર્ડની મંજુરી મળી જાયા ત્યાર બાદ તેને સરકારની મંજુરી માટે મોકલી આપવામાં આવશે. 

અત્યારે ઈપીએફઓ ફંડ ધારકો પાસે એવો કોઈ વિકલ્પ નથી. અત્યારે ઈપીએફઓ સ્વેચ્છાએ વ્યક્તિના ફંડની ૧૫ ટકા રકમ ઈટીએફમાં રોકાણ કરે છે. સીબીટીએ ગત વર્ષે સીબીટીમાં સભ્યોના ફાળાને બે અલગ અલાગ એકાઉન્ટ (કેશ અને ઈટીએફ)માં વિભાજીત કરવાનો નિર્ણય કર્યો હતો. કેશ એકાઉન્ટમાં સભ્યાના પીએફની ૮૫ ટકા રકમ રહે છે. જ્યારે ઈટીએફ એકાઉન્ટમાં ૧૫ ટકા રકમ રહે છે જે શેરબજારમાં રોકવામાં આવે છે.

આ રકમ સભ્યાના ખાતામાં એક સાથે જોવા મળે છે. પરંતુ પીએફ ઉપાડતા સમયે નેટ એસેટ વેલ્યુના આધારે ખાતાધારકને પેમેન્ટ કરવામાં આવે છે. ત્યારે નવા પ્રસ્તાવ મુજબ ખાતાધરક પોતાની મરજીથી ઈટીએફની રકમ વધારી કે ઘટાડી શકશે. જે તેના જોખમ પર આધારીત રહેશે. વાસ્તમાં એક્સેચેન્જ ટ્રેડિંગ ફંડ (ઈટીએફ) મ્યુચલ ફંડ કંપનીઓની ઉપજ છે. જેમાં માત્ર સ્ટોક એક્સેન્જ મારફતે રોકાણ કરી શકાયે છે. ઈટીએફના અંડરલાઈંગ એસેટ શેયર, કોમોડિટી, બોન્ડ અને કરેન્સી સ્વરૂપે હોઈ શકે છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.