અમિતાભની તબિયત લથડી,તબીબોની ટીમે જોધપુર પહોંચી સારવાર કરી

અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ થતાં તેમણે શુટીંગ અટકાવી દેવુ પડ્યું
By: Monika Vyas   PUBLISHED: Tue, 13 Mar 2018 16:57:29 +0530 | UPDATED: Wed, 14 Mar 2018 22:35:06 +0530


જોધપુર

બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ થતાં તેમણે શુટીંગ અટકાવી દેવુ પડ્યું હતું.અમિતાભ બચ્ચન હાલના રાજસ્થાનના જોધપુરમાં પોતાની અપકમિંગ મૂવી ઠગ્સ ઓફ હિન્દોસ્તાંનું શૂટિંગ કરી રહ્યા છે.આ મુવીના શુટીંગ દરમિયાન અમિતાભની તબિયત ખરાબ થઇ હતી.

75 વર્ષના અમિતાભે તેમની તબિયત અંગેની માહિતી વહેલી પરોઢે 5 વાગ્યે ટ્વીટર પર પોસ્ટ કરતાં લખ્યું કે મારા ડોક્ટર્સની ટીમ સવારે આવી પહોંચશે અને મારા શરીરને ફરી તાજુમાજુ કરશે.હવે હું આરામ કરૂ છું અને આગળની કાર્યવાહીની જાણ કરતો રહીશ.

અમિતાભની તબિયત ખરાબ થતાં મુંબઈથી ડોક્ટર્સની ટીમ પ્રાઈવેટ જેટથી જોધપુર માટે રવાના કરવામાં આવી હતી.પ્રાથમિક વિગતો અનુસાર, જોધપુરમાં પડી રહેલી ગરમીને કારણે ખુલ્લામાં શૂટિંગ કરતી વખતે બિગ બીની તબિયત બગડી છે. 3/

એવું પણ કહેવાઈ રહ્યું છે કે, ફિલ્મમાં યુદ્ધના સીનમાં વજનદાર કોશ્ચ્યુમ પહેરવાને કારણે બિગ બીને થાક મહેસૂસ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ અમિતાભે શૂટિંગ દરમિયાન મેહરાનગઢના કિલ્લાની સુંદરતાના વખાણ કર્યા હતા. અમિતાભ બચ્ચન ગયા મહિને પણ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જોકે, તે વખતે દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ માત્ર રુટિન ચેકઅપ માટે હોસ્પિટલ આવ્યા છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.