સંતોના અલ્ટીમેટમની સામે ઝુકી ગઈ ગુજરાત સરકાર

સંત સમાજની ચાર માંગણીઓ અંગે વિચાર કરવાની સરકારે આપી ખાત્રી : ઘીના ઠામ ઘીમાં ઢળે તેવી શક્યતા
By: admin   PUBLISHED: Tue, 14 Nov 2017 22:02:29 +0530 | UPDATED: Wed, 15 Nov 2017 22:31:04 +0530

શાહ-રૂપાણીએ કરી સંતો સાથે બેઠક

૨૪ કલાકના અલ્ટીમેટમના પગલે ગુજરાત સરકાર સંતોના શરણે થઈ ગઈ છે. તેમજ સામે ચાલીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંત સમાજ સાથે તેમની માંગણીઓએને લઈને બેઠક યોજી હતી.

આ પહેલા સોમવારે જુનાગઢના ભારતી આશ્રમ ખાતે મહામંડળેશ્વર ભારતીબાપુના સાનિધ્યમાં સાધુ-સંત સમાજની બેઠક મળી હતી. આ બેઠક બાદ સંત સમાજની ૪ માંગણીઓનો ૨૪ કલાકમાં ઉકેલ ન આવે તો ભારતીબાપુએ ઉપવાસ આંદોલ કરવાની ચિમકી આપી હતી.

આ માંગોમાં સાધુ-સંતોના અલગ બોર્ડ નિગમની રચના, પવિત્ર યાત્રાધામ બોર્ડમાં સાધુ સંતોને પ્રતિનિધીત્વ આપવુ, ગીરનાર ડેવલોપમેન્ટ ઓથોરીટીની રચના કરવી, બોર્ડ કે નિગમની રચના થાય તો તેમાં સાધુ સમાજને સ્થાન આપવુ, તેમજ ગીરનાર સહિતના તિર્થી સ્થળોનુ રેગ્યુલેશન કરી આપવાનો સમાવેશ થાયા છે. સાથે સંતોની બેઠકમાં ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં પણ સંતોેને વિધાનસભાની ચુંટણી લડવા આમંત્રણ આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સંતોના અલ્ટીમેટમના પગલે ગુજરાત સરકાર દોડતી થઈ હતી. તેજ આજે સવાર ૧૧ વાગ્યે ગાંધીનગર ખાતે તાબડતોડ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજર રહીને સંતોની માંગણીઓ સાંભળી હતી. તેમજ તેને ઉકેલવાની ખાતરી પણ આપી હતી. જેનાં કારણે ઘીનું ઠામ હવે ઘીમાં ઢળે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. 

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.