ભારત-અમેરિકા સાથે મળીને બનાવશે સૌથી મજબુત સૈન્ય

ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીએ એક મંચ પર લીધો સંકલ્પ
By: admin   PUBLISHED: Tue, 14 Nov 2017 13:38:58 +0530 | UPDATED: Tue, 14 Nov 2017 13:38:58 +0530

હિંદ પ્રશાંત વિસ્તારમાં ભારતને મોટી ભૂમિકા સોંપવા માટે અમેરિકા આતુર થયુ : બન્ને દેશો વચ્ચે ઊર્જા સહયોગ પણ નવી ઊંચાઈએ પહોંચ્યો

દુનિયાની બે મહાન લોકશાહીઓ પાસે દુનિયાની સૌથી મજબુત સેના પણ હોવી જોઈએ. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અભૂતપૂર્વ અને તમામનુ ધ્યાન ખેંચતો સંકલ્પ કર્યો છે. મનીલામાં બન્ને નેતાઓએ પોતાની મુલાકાત દરમિયાન આ સંકલ્પ કર્યો હતો. અમેરિકાએ હંમેશા ગ્લોબલ તાકાતના રુપમાં ભારતનુ સમર્થન કર્યુ છે. પરંતુ આ પહેલા ક્યારેય આટલા મોટા પ્રમાણમાં સૈન્ય સહયોગને લઈને વાતો થઈ નથી. જોકે એ પણ સત્ય છે કે ટ્રમ્પ પોતાના મિત્ર દેશોને સૈન્ય સામગ્રી વેચવા અત્યંત ઉત્સુક રહે છે. જોકે ધ્યાન ખેંચનારી વાત એ છે કે ટ્રમ્પ સતત એશિયા પ્રશાંત વિસ્તારની જગ્યાએ હિંદ પ્રશાંત શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે તેમની રણનીતિ ચીનનો સામનો કરવા માટે ભારતની સૈન્ય ક્ષમતા વધારવાની છે.

 સામૂહીક રીતે મહત્વપૂર્ણ એવા હિંદ પ્રશાંત વિસ્તારમાં અમેરિકા ભારત માટે મોટી ભૂમિકાનુ સમર્થન કરી રહ્યુ છે. વ્હાઈટ હાઉસ તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં જણાવાયુ છે કે, બન્ને દેશોના નેતાઓ વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચે રણનીતિક ભાગીદારીને મજબુત બનાવવા અંગે વાતચીત થઈ હતી. આ ઉપરાંત બન્ને નેતાઓએ મુક્ત અને સ્વતંત્ર હિંદ પ્રશાંત વિસ્તારને લઈ પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. જ્યારે મોટા રક્ષા સહયોગ તરીકે સૈન્ય સહયોગ વધારવા એ સંકલ્પ કર્યો હતો કે, બે મહાન લોકશાહીઓ પાસે દુનિયાની સૌથી મજબુત સેના હોવી જ જોઈએ. સ્પષ્ટ છે કે વ્હાઈટ હાઉસ તરફથી જાહેર કરાયેલ આ નિવેદન ભારતના વડાપ્રધાન મોદીની સહમતિ બાદ જ જાહેર કરાયુ હશે. જેનોે સીધો મતલબ એ છે કે ભારતનુ વલણ પણ અમેરિકાના વલણને મળતુ આવે છે. ખાસ કરીને એ વાતને ધ્યાનમાં રાખતા કે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ આ આશિયાન સમિટ દરમિયાન ચીન વિરુદ્ધ એક ગઠબંધન ઉભુ કર્યુ છે. જોકે તેના એજન્ડા હજી સ્પષ્ટ કરાયા નથી.

અમેરિકાના નિવેદનમાં જણાવાયુ છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એ વાતની પ્રશંસા કરી છે કે, તાજેતરના મહિનાઓમાં ભારતે અમેરિકા પાસેથી ૧૦ મિલીયન બેરલથી વધુ ક્રૂડ ઓઈલ ખરીદ્યુ છે. ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે, બન્ને દેશો વચ્ચેનો આ મજબુત ઊર્જા સહયોગ બન્ને દેશોની ઈકોનોમી માટે ગેમ ચેન્જર સાબિત થશે. ભારતે તાજેતરમાં જ અમેરિકામાંથી ક્રૂડ ઓઈલ ખરીદવાની શરુઆત કરી છે. આ પહેલા ભારત ખાડી દેશો પાસેથી જ ક્રૂડ ઓઈલ ખરીદતુ હતુ. જોકે ભારતના આ નિર્ણયે અમેરિકાની સંસદ ખુશ ખરી દીધી છે. તેમજ ખાડી દેશો પર ભારતની નિર્ભરતા પણ ઘટી છે.

ટ્રમ્પ-મોદીની મુલાકાત અંગે વ્હાઈટ હાઉસના નિવેદનમાં કોઈપણ દ્વિપક્ષીય પ્રવાસનો ઉલ્લેખ કરાયો નથી. તેમણે ઈવાંકા ટ્રમ્પનું નામ લીધા વિના વડાપ્રધાન મોદીને જણાવ્યુ હતું કે, તે આગામી વૈશ્વિક ઉદ્યોગ સંમેલનમાં અમેરિકાના પ્રતિનિધિ મંડળની આગેવાની કરવા માટે ઉત્સુક છે. આ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે ઈનોવેશન અને પરસ્પર સહયોગ પર વાતચીત થશે.

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.