Gujarat Model: મ્યુનિ. હોસ્પિટલો રાત્રિના સમયે રામ ભરોસે ચાલે છે

રાત્રે રેસીડેન્ટ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફના હવાલે હોય છે દર્દીઓ : રજુઆતો છતા કોઈ કાર્યવાહી નથી કરાઈ
By: admin   PUBLISHED: Fri, 12 Jan 2018 13:16:52 +0530 | UPDATED: Wed, 17 Jan 2018 14:14:36 +0530

ડોક્ટરોની હાજરીની પણ કોઈ ગેરેન્ટી નહીં

અમદાવાદની એલજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીના મોતની ઘટનાથી મ્યુનિસિપલ હોસ્પિટલોમાં ખાસ કરીને રાતના સમયે ચાલતી લાલિયાવાડીની વિગતો બહાર આવી છે. આરએમઓ ડો.લક્ષ્મણ તાવિયાડનું કહેવુ છે કે, બાળકીના સગા-સંબંધીઓના સિનિયર ડોક્ટર તપાસ માટે આવ્યા ન હોવાના આક્ષેપોની તપાસ સહિત આ મામલે પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા ડોક્ટરને શો-કોઝ નોટિસ આપીને ખુલાસો માંગવામાં આવશે. સાથે જ રાત પાળીના આસિસ્ટન્ટ આરએમઓ ડો.હાર્દિક પ્રજાપતિને પણ ફરજ દરમિયાન બેદરકારી માટે જરુર પડશે તો શો-કોઝ નોટિસ ફટકારાશે.

બાળકીના મોત બાબતે જો ખરેખર ડોક્ટર દોષિ ઠેરશે તો એલજી હોસ્પિટલ માટે શરમજનક બાબત છે. જોકે આ અંગે હજી સુધી સુપ્રીટેન્ડેન્ટ ડો.રાજેશ શાહ દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.  દરમિયાન એલજી હોસ્પિટલના સુત્રોનું કહેવુ છે કે, દિવસ પાળી દરમિયાન મેડિકલ સ્ટાફની દર્દીઓ પ્રત્યેની ગુનાઈત બેદરકારી વારંવાર પ્રકાશમાં આવી છે. આઈસીયુ વોર્ડમાં દર્દી જીવનમરણ વચ્ચે ઝોલા ખાય અને ડોક્ટરો લંચમાં સમય વેડફે તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા છતા તંત્રે આંખ આડા કાન કર્યા હતા.

રાત પાળી વખતે તો ગણ્યા ગાંઠ્યા રેસીડેન્ટ ડોક્ટરોના હવાલે જ આખી હોસ્પિટલ મુકી દેવામાં આવે છે. સાથે જ રાત પાળીના ડોક્ટરો તેમજ નર્સ સ્ટાફ ભેગા મળીને ગપ્પા મારતા હોવાની પણ ફરીયાદો ઉઠતી રહી છે. એક અંદાજ મુજબ રાઉન્ડ ધી ક્લોક ૧૦૦ રેસીડેન્ટ ડોક્ટર અને ૮૦ કન્સ્લટન્ટ ડોક્ટર ફરજ બજાવે છે, તેમ છતા એલજી હોસ્પિટલની પ્રતિષ્ઠા જળવાતી નથી. આપને જણાવી દઈએ કે,આ પહેલા ડો.હાર્દિક પ્રજાપતિ વીએસ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ આરએમઓ તરીકે ફરજ બજાવતી વખતે ખરાબ વર્તનને લઈ વિવાદમાં રહ્યા હતા. 

Also read :

એલજીમાં ડોક્ટરની બેદરકારી બાદ ૨ વર્ષની બાળકીનુ મોત

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.