એએમસીમાં વિપક્ષના નેતા પદ માટે બક્ષી પ્રબળ દાવેદાર

સુરેન્દ્ર બક્ષી ઉપરાંત જયશ્રીબેન શાહ, કમળાબેન ચાવડા, હસનખાન પઠાણ, તૌફીકખાન જેવા નામો પણ ચર્ચામાં
By: admin   PUBLISHED: Tue, 13 Mar 2018 14:41:23 +0530 | UPDATED: Tue, 13 Mar 2018 14:42:04 +0530

દિનેશ શર્માને વિપક્ષના નેતા પદથી હટાવાશે

અમદાવાદ મહાનગરપાલિાકામાં વિપક્ષના નેતા ટૂંક સમયમાં બદલવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. દિનેશ શર્મા સામે પ્રદેશ કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચુંટણી દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાના મુદ્દે નોટિસ પાઠવવાામાં આવી છે. ત્યારે બીજીબાજુ દિનેશ શર્માએ પણ પત્રકાર પરિષદ યોજીને  પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. ત્યારે ટૂંક સમયમાં એએમસીમાં વિપક્ષના નેતા બદલાય તે લગભગ નક્કી મનાઈ રહ્યુ છે ત્યારે એએમસીમાં વિપક્ષના નેતા બનવા માટે કોંગ્રેસના કોર્પોરેટરોમાં સ્પર્ધા શરુ થઈ ગઈ છે.

આ માટે સુરેન્દ્ર બક્સી, જયશ્રીબેન શાહ, કમળાબેન ચાવડા, હસનખાન પઠાણ અને તૌફીકખાન પઠાણ જેવા નામો ચર્ચામાં છે.  ગત વિધાનસભાની ચુંટણીમાં દિનેશ શર્માએ બાપુનગર બેઠક પરથી ટિકિટ માંગી હતી. જોકે, હાઈકમાન્ડે પૂર્વ મેયર હિમ્મતસિંહ પટેલને ટીકીટ ફાળવી હતી. તેમજ હિમ્મતસિંહ પટેલે જ દિનેશ શર્મા સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ફરીયાદ નોંધાવી હતી. જે મુદ્દે પ્રદેશ કોંગ્રેસ અને દિનેશ શર્માના વલણ જોતા  કોંગ્રેસમાં નવા નેતોનો મુદ્દો ગરમાયો છે.  દિનેશ શર્માને હવે આગળ વધુ સમય સુધી વિપક્ષના નેતા રાખવામાં આવે તેવી શક્યતા લગભગ પુરી થઈ ગઈ છે. ત્યારે તેમના સ્થાને હવે નવા વિપક્ષના નેતા પદ માટે દરીયાપુરના કોર્પોરેટર સુરેન્દ્ર બક્સીનું નામ ચર્ચામાં છે. આ મુદ્દે આગામી સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.