આ દેશમાં પ્રાંતવાદને કોઈ જ સ્થાન નથી : અલ્પેશ ઠાકોર

ગુજરાતની અસ્મિતા કાયમ રહેશે, મારા જેવા અનેક આવશે અને જશે પરંતુ ગુજરાતની છબીને કોઈ નુકશાન નહીં પહોંચે
By: admin   PUBLISHED: Thu, 11 Oct 2018 20:06:13 +0530 | UPDATED: Thu, 11 Oct 2018 20:06:13 +0530

ભાઈચારા માટે અલ્પેશના સદ્‌ભાવના ઉપવાસ

ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલ હુમલાને લઈને એકબાજુ ભાજપ સરકારે અલ્પેશ ઠાકોરને જવાબદાર ઠેરવ્યો છે. બીજીબાજુ અલ્પેશ ઠાકોર રાજ્યમાં શાંતિ ભાઈચારા માટે આજથી સદ્‌ભાવના ઉપવાસ શરુ કર્યો છે. અલ્પેશ ઠાકોરે રાણીપ ખાતે ઉપવાસ શરુ કરતા પહેલા ગાંધીઆશ્રમ પહોંચીને બાપૂને યાદ કર્યા હતા. અલ્પેશ ઠાકોરે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સદ્‌ભાવના ઉપવાસમાં ઠાકોર સેનાના લોકો, કોંગી નેતાઓ પણ સામેલ થયા હતા. આ પ્રસંગે તેણે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યુ હતું કે, ગુજરાતની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ગુજરાતની અસ્મિતા કાયમ રહેશે. મારા જેવા અનેક અલ્પેશ ઠાકોર આવશે અને જશે પરંતુ ગુજરાતની છબીને કોઈ નુકશાન નહીં પહોંચે.

મુલાકાત દરમિયાન અલ્પેશ ઠાકોરે જણાવ્યુ કે, રાજ્યમાં પ્રાંતવાદની રાજનીતિ કરવામાં આવી રહી છે. હું ઉત્તરપ્રદેશ અને બિહારમાં જઈશ. ત્યાં જઈને તેમના લોકોને સમજાવીશ કે હું પરપ્રાંતિયોનો વિરોધી નથી. હુમલાઓ પાછળ મારો કોઈ હાથ નથી. મારા ગુજરાતની છબીને નુકશાન પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ સત્યને તમે ભ્રમિત કરી શકો છો પરંતુ તેને વધારે સમય સુધી દબાવી શકતા નથી. આ ઉપરાંત અલ્પેશે ઉપવાસ કરવા પાછળ જણાવ્યુ કે, ઉપવાસથી એ સંદેશ આપવા માંગુ છું કે આ દેશમાં પ્રાંતવાદને કોઈ જ સ્થાન નથી.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.