મારી પર લાગેલા આરોપ ખોટા અને બેબુનિયાદ છે: આલોક વર્મા

અલોક વર્માને સીબીઆઈના ચીફ તરીકે હટાવી દેવામાં આવ્યા
By: Monika Vyas   PUBLISHED: Fri, 11 Jan 2019 10:37:06 +0530 | UPDATED: Sun, 13 Jan 2019 14:37:19 +0530

દિલ્હી

સીબીઆઈના ચીફ આલોક વર્માને તેમના પદ પરથી હટાવીને ટ્રાન્સફર કર્યા પછી તેમની ઉગ્ર પ્રતિક્રિયા સામે આવી છે.આલોક વર્માએ કહયું કે તેમના પર લાગેલા આરોપો ખોટા અને પાયાવિહોણા છે.

એક સમાચાર એજન્સી સાથે વાત કરતા આલોક વર્માએ કહ્યું કે કરપશનના કેટલાક હાઇ પ્રોફાઈલ કેસોની તપાસ કરી રહેલ સીબીઆઈની સ્વતંત્રતા સુરક્ષીત અને સંરક્ષિત હોવી જોઈએ.

અલોક વર્મા એ કહ્યું કે સીબીઆઈએ બહારના દબાણ વગર કામ કરવું જોઈએ મેં સીબીઆઈની ઇમાનદારીને બરબાદ કરવાનો કોશિશ થઈ રહી હતી ત્યારે મેં તેને જાળવવાની કોશિશ કરી.

પોતાને સીબીઆઈના ચીફ પદેથી હટાવવા મામલે આલોક વર્માએ કહ્યું કે તેમના એક વિરોધી દ્વારા લગાવવામાં આવેલા ઝુઠા,નિરાધાર અને બોગસ આરોપીઓના આધારે સમિતિએ તેમની ટ્રાન્સફર કરી એ ઘણું દુઃખદ છે.

ગુરુવારે સાંજે આલોક વર્માને સીબીઆઈના ડાયરેક્ટર પદેથી હટાવી તેમને ફાયર સર્વિસ અને હોમગાર્ડના ડાયરેક્ટર પદે મુકવામાં આવ્યા હતા.હાલ સીબીઆઈના ડાયરેક્ટર તરીકે એમ નાગેશ્વેર રાવને ચાર્જ સોંપવામાં આવ્યો છે.



Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.