ભીમ આર્મીનો સંસ્થાપક ચંદ્રશેખર થયો જેલ મુક્ત

આગામી ચુંટણીમાં ભાજપને હરાવીશું, હજી તો આ લડાઈની શરુઆત છે : ભીમ આર્મી સંસ્થાપક ચંદ્રશેખર
By: admin   PUBLISHED: Fri, 14 Sep 2018 17:29:38 +0530 | UPDATED: Fri, 14 Sep 2018 17:29:38 +0530

જેલમુક્ત થતા જ સાધ્યુ ભાજપ પર નિશાન

ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર ઉર્ફે રાવણે જેલમાંથી મુક્ત થતાની સાથે જ ભાજપ પર પ્રહાર કર્યો હતો. ચંદ્રશેખરે જેલમુક્ત થતાની સાથે જ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, ભાજપને હરાવીશું. ચંદ્રશેખરે પોતાના હાથમાં બંધારણની એક પ્રતિને દર્શાવતા જણાવ્યુ કે હજી તો લડાઈ શરુ થઈ છે.

મહત્વનુ છે કે, ઉત્તરપ્રદેશની યોગી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (એનએસએ) અંતર્ગત જેલમાં બંધ ચંદ્રશેખરને સમય કરતા પહેલા છોડવાનો નિર્ણય કર્યો. જે અંતર્ગત ગત મોડી રાત્રે ૦૨:૨૪ વાગ્યે ચંદ્રશેખરને જેલથી મુક્ત કરવામાં આવ્યો. ચંદ્રશેખરની ગત વર્ષે સહારનપુરમાં થયેલ જાતીય હિંસાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. 

ચંદ્રશેખરે જેલમુક્ત થતા જ પોતાના સમર્થકોને સંબોધન કર્યુ અને જણાવ્યુ કે, ચુંટણીમાં ભાજપને હરાવીશું. ઉત્તરપ્રદેશની ભાજપ સરકારના આ નિર્ણયને ૨૦૧૯ની ચુંટણીનો જ એક દાવ માનવામાં આવી રહ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે, લોકસભા ચુંટણી પહેલા ભીમ આર્મ અને દલિતોની નારાજગી દૂર કરવા માટે યોગી સરકારે આ નિર્ણય લીધો છે. જોકે, જેલમુક્ત થતા જ ચંદ્રશેખરે જે રીતે ભાજપ પર નિશાન સાધ્યુ છે, તેનાથી ભાજપનો આ દાવ ક્યાંક ઉંધો પડે તેવુ પણ લાગી રહ્યુ છે. ભીમ આર્મીનો વેસ્ટ યૂપીમાં ખૂબ જ દબદબો છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.