ઇલેક્શન કાઉન્ટ ડાઉન : રાજસ્થાન અને તેલગાણાં થશે ભારે રસાકસી,શુક્રવારે 5 વાગ્યા સુધી ચાલશે મતદાન

રાજસ્થાન અને તેલગાણામાં 7 ડિસેમ્બરે થશે મતદાન
By: Monika Vyas   PUBLISHED: Thu, 06 Dec 2018 18:53:51 +0530 | UPDATED: Fri, 07 Dec 2018 15:00:21 +0530


જયપુર

રાજસ્થાન અને તેલંગાણામાં શુક્રવારે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજો નાર છે. બંને રાજ્યોમાં મતદાન કરવા માટે મતદારો ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. હાઇવોલ્ટેજ અને હાઇ પ્રોફાઇલ વિધાનસભા ચૂંટણી માટે ઝંઝાવતી પ્રચાર રહ્યા બાદ હવે મતદાન થનાર છે. ક્યાં કોંણ બાજી મારશે અને કોની સરકાર બનશે તે અંગે હવે ૧૧મી ડિસેમ્બરના દિવસે જો ણી શકાશે.

એક બાજુ રાજસ્થાનમાં ૪.૭૫ કરોડ મતદારો ૨૨૭૪ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા માટે તૈયાર છે. તમામ મતદાન કેન્દ્રો પર તમામ તૈયારી કરી લેવામાં આવી છે. જરૂરી પગલા પણ લેવામાં આવી ચુક્યા છે. છત્તિસગઢ, મિઝરમ, મધ્યપ્રદેશમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે અને હવે રાજસ્થાન અને તેલંગણામાં મતદાન યોજનાર છે. બંને રાજ્યમાં પણ ઉંચા મતદાનની ખાતરી કરવા માટે ચૂંટણી પંચે તમામ તૈયારી કરી છે. કોઇ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પગલા લેવામાં આવ્યા છે.

  છેલ્લા થોડાક દિવસમાં રાજસ્થાન અને તેલંગાણમાં  સેંકડો રેલીઓ યોજો ઈ હતી અને રોડ શો યોજો યા હતા.

રાજસ્થાનની 199 સીટો માટે થશે મતદાન

જયપુરથી પ્રાપ્ત અહેવાલ મુજબ અને ચૂંટણી અધિકારીઓના કહેવા મુજબ રાજ્યમાં ચૂંટણી મેદાનમાં ૨૨૭૪ ઉમેદવારો રહેલા છે જેમાં ૧૮૯ મહિલાઓનો સમાવેશ થાય છે. ૨૦૦ વિધાનસભા બેઠક પૈકી ૧૯૯ બેઠક માટે ૭મી મતદાન યોજો શે. રાજસ્થાનમાં કુલ ૫૧૬૮૭ મતદાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં કુલ ૪.૭૫ કરોડ મતદારો છે જે પૈકી ૨૨૭૧૫૩૯૬ મહિલા મતદારો છે. હાલમાં અલવર જિલ્લાના રામગઢ મતવિસ્તારમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારના અવસાનના કારણે ચૂંટણી મોકૂફ કરી દેવામાં આવી છે. બુધવારના દિવસે પ્રચારનો સાડા પાંચ વાગે અંત આવ્યો હતો. મતદાન સવારે ૮ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ચાલનાર છે.

રાજસ્થાનમાં છેલ્લા કેટલાક સમયથી પરિવર્તનની સ્થિતિ રહેલી છે. જો  કે આ વખતે કેટલાક નવા સમીકરણ રચાવવાના સંકેત દેખાઇ રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બળવાખોરોને લઇને પરેશાન છે. રાજસ્થાનની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા પ્રચારમાં દેખાયા ન હતા. ખેડુતોની સમસ્યા, ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મુદ્દા કરતા રાષ્ટ્રીય મુદ્દા પ્રચાર દરમિયાન વધારે ચમક્યા હતા. આશરે ૫૦ સીટો પર બળવાખોર ઉમેદવાર મેદાનમાં છો. રાજ્યમાં ૮૩૦ સ્વતંત્ર ઉમેદવાર પણ છે.

 

રાજસ્થાનમાં મુખ્ય ચૂંટણી અધિકારી આનંદકુમારે કહ્યું છે કે, યોગ્ય સુરક્ષા વ્યવસ્થા રાજસ્થાનમાં ગોઠવી દેવામાં આવી છે. રાજ્યમાં ૪.૭૫ કરોડ નોંધાયેલા મતદારો છે. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર હવે ચરમસીમા પર છે. પ્રચારના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોરદાર રીતે સક્રિય રહ્યા હતા. ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તમામ તાકાત લગાવી હતી. જ્યારે કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી, અશોક ગહેલોત અને સચિન પાઇલોટે તમામ તાકાત લગાવી દીધી હતી.

રાહુલ ગાંધીએ આક્ષેપ કરતા કહ્યુ છે કે મુખ્યપ્રધાન વસુંધરા રાજેને છેલ્લા પાંચ વર્ષમાં સામાન્ય લોકો માટે સમય જ મળ્યો નથી. રાહુલે કહ્યુ છે કે જો  કોંગ્રેસ સત્તામાં આવશે તો રાજ્યમાં ફુડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ વિકસિત કરવામાં આવનાર છે. મોદીએ પ્રચારના છેલ્લા દિવસે આજે બે રેલી કરનાર છે. જેમાં પહેલી પાલીના સુમેરપુર અને બીજી દૌસામાં રેલી યોજી હતી.

તેલગાંણામાં થશે રસાકસી

બીજી બાજુ તેલંગાણામાં પણ ચૂંટણી પ્રચારનો ગઇકાલે બુધવારના દિવસે  અંત આવ્યો હતો. અહીં પણ સાતમીએ જ મતદાન થશે. તેલંગાણામાં ૧૧૯ વિધાનસભા સીટો છે. ૧૮૨૧ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ટીઆરએસ સામે આ વખતે કોંગ્રેસ, ટીડીપી, સીપીઆઈ, તેલંગાણા જનસમિતિના મહાગઠબંધનનો મુકાબલો છે. ઓવૈસીની પાર્ટી પણ મેદાનમાં છે. આ પાર્ટી તમામ ૧૧૯ સીટો પર લડી રહી છે. કોંગ્રેસે ૯૯ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. તેલંગાણામાં કુલ મતદારોની સંખ્યા ૨.૮૦ કરોડ છે.

તેલંગાણામાં પણ આ વખતે ચૂંટણી પ્રક્રિયા ખુબ જ ગરમ બની હતી. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અસાસુદ્દીન ઓવૈસી વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર ચાલ્યો હતો. વડાપ્રધન મોદી અને રાહુલ ગાંધી પણ પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. પ્રચારના છેલ્લા દિવસે તમામ લોકોએ તાકાત લગાવી હતી. યોગી આદિત્યનાથ ખુબ જ અસરકારક દેખાયા હતા. ટીઆરએસના પ્રમુખ કે ચંદ્રશેખર રાવની પ્રતિષ્ઠા પણ દાવ ઉપર લાગી ગઈ છે. તેલંગાણાના પરિણામ ઉપર પણ નજર રહેશે.

તેલંગાણામાં નિષ્પક્ષ ચૂંટણીની કાતરી કરવા વિવિધ પગલા લેવામાં આવ્યા હતા જેના ભાગરુપે ત્રીજી ડિસેમ્બર સુધી ૧૧૧ કરોડ રૂપિયાની કિંમતની અન્ય ચીજવસ્તુઓ અને રોકડ રકમ જપ્ત કરાઈ હતી. ૯૪.૧૭ કરોડની રકડ જપ્ત કરવામાં આવી હતી. ટેલિવિઝન ન્યુઝ ચેનલમાં પેઇડ ન્યુઝમાં ૧૩૦૬ કેસ નોંધાયા હતા જે પૈકી ૩૦૩ કેસો હૈદરાબાદમાં દાખલ થયા હતા. કોંગ્રેસે ૯૯ ઉમેદવારો, ટીડીપી ૧૩, ટીજેએસે ૦૮ અને સીપીઆઈએ ૦૩ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. ૨૦૧૪ની ચૂંટણીમાં ટીઆરએસે ૬૩, કોંગ્રેસે ૨૧, ટીડીપીએ ૧૫, ભાજપે પાંચ બેઠકો જીતી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

3 રાજ્યોમાં થયેલાં વિજયનો લાભ કોંગ્રેસને જસદણની પેટાચૂંટણીમાં મળશે ?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.