ખૂંખાર આતંકવાદી લાદેન નાનપણમાં હતો ખૂબ જ શર્માળ

૨૦ વર્ષનો થયો ત્યારબાદ તેનુ કેટલાક લોકો દ્વારા બ્રેઈનવોશ કરી દેવાયુ જેથી તે બદલાઈ ગયો : લાદેનની માતા
By: admin   PUBLISHED: Fri, 03 Aug 2018 22:38:04 +0530 | UPDATED: Fri, 03 Aug 2018 22:38:04 +0530

પ્રથમ વખત સામે આવી લાદેનની માતા

દુનિયાનો સૌથી ખૂંખાર આતંકવાદી  રહી ચુકેલ ઓસામા બિન લાદેન નાનપણમાં ખૂબ જ શર્માળ સ્વભાવનો હતો. તે સામાન્ય બાળકોની જેમ જ પોતાની માતાને ખૂબ પ્રેમ કરતો હતો અને અભ્યાસમાં પણ તે તેજસ્વી હતો. આ વાત કોઈ ઉપજાવી કાઢેલી વાત નથી પણ ખૂદ ઓસામા બિન લાદેનની માતાએ આ વાતને ઉજાગર કરી છે. લાદેનની માતા પ્રથમ વખત મીડિયા સામે આવ્યા છે.


ધ ગાર્જિયનને આપેલ એક ઈન્ટરવ્યુમાં ઓસામા બિન લાદેનની માતા આલિયા ઘાનેમે જણાવ્યુ કે, ઓસામાના જન્મના થોડા સમય બાદ જ તેણે તેના પિતા સાથે છૂટાછેડા લઈ લીધા હતા અને બીજા લગ્ન કરી લીધા હતા. હવે તેમનો એક પરિવાર છે પરંતુ ઓસામા અંગે તેમણે જણાવ્યુ કે તેમની પ્રથમ સંતાન લાદેન ખૂબ જ શર્માળ સ્વભાવનો હતો અને તે તેમને ખૂબ જ પ્રેમ કરતો હતો.

લાદેનની માતાએ જણાવ્યુ કે, જ્યારે ઓસામા ૧૯-૨૦ વર્ષનો હતો ત્યારે તે ખૂબ જ મજબુત, પ્રેરીત અને પવિત્ર હતો પરંતુ ત્યારબાદ તે અચાનક બદલાઈ ગયો. જેદ્દાની કિંગ અબ્દુલ્લાજીજ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન ઓસામા કટ્ટરપંથી બની ગયો.

ઓસામાના બાળપણને યાદ કરતા ઘાનેમે જણાવ્યુ કે, યુનિવર્સિટીના લોકોએ તેને બદલી નાંખ્યો. તે એક અલગ જ માણસ બની ગયો તે ક્રૂર થઈ ગયો. અહીં તેને અબ્દુલ્લા અઝામ નામનો શખ્સ મળ્યો જે મુસ્લિમ બ્રધરહુડનો સભ્યો હતો, જેને સાઉદી અરબથી નિર્વાસિત કરી દેવાયો હતો અને ત્યારબાદ તે જ ઓસામાનો ધર્મગુરુ બન્યો.  

લાદેનની માતાએ જણાવ્યુ કે, તે બાળપણમાં ખૂબ સારો બાળક હતો, પરંતુ તે અભ્યાસ કરવા બહાર ગયો તો તેનુ બ્રેઈનવોશ કરી દેવાયુ.  લાદેનની માતાએ જણાવ્યુ કે છેલ્લે તેણે પોતાના પુત્રને વર્ષ ૧૯૯૯માં અફઘાનિસ્તાનમાં જોયો હતો, તે સમયે તેણે બે વખત તેની સાથે મુલાકાત કરી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.