ચાલબાઝની રીમેકમાં ડબલ રોલ ભજવશે આલિયા ભટ્ટ

૨૮ વર્ષ પહેલા આવેલ ફિલ્મ ચાલબાઝમાં શ્રીદેવી ડબલ રોલમાં નજરે પડી હતી : ફિલ્મને લઈ તૈયારી શરુ
By: admin   PUBLISHED: Wed, 06 Dec 2017 20:41:11 +0530 | UPDATED: Wed, 06 Dec 2017 20:41:11 +0530

ડેવીડ ધવન બનાવશે ચાલબાઝની રીમેક

બોલીવુડની સુપરહિટ ફિલ્મ ચાલબાઝમાં શ્રીદેવી, રજનીકાંત અને સની દેઓલે પોતાના અભિનયથી તમામને પ્રભાવિત કર્યા હતા. ૨૮ વર્ષ પહેલા પંકજ પરાશરે બનાવેલ આ ચાલબાઝ ફિલ્મને હવે ડેવીડ ધવન રીમેક તરીકે રુપેરી પદડે દર્શકો સમક્ષ લાવવા જઈ રહ્યા છે. ડેવીડ ધવન ઘણા સમયથી ચાલબાઝની વાર્તાને નવા રંગરુપ સાથે ફિલ્મી પડદે રજુ કરવા અંગે વિચારી રહ્યા હતા. ત્યારે આખરે તેમણે આ ફિલ્મ માટે નવી સ્ક્રિપ્ટ તૈયાર કરી લીધી હોવાના અહેવાલ સામે આવ્યા છે. સાથે જ આ ફિલ્મમાં સૌથી મુખ્ય અને બેવડી ભૂમિકા ભજવનાર શ્રીદેવીવાળા રોલ માટે આલિયા ભટ્ટનુ નામ ચર્ચાઈ રહ્યુ છે. ડેવીડ ધવને આ માટે અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે વાતચીત પણ કરી હોવાનુ માનવામાં આવી રહ્યુ છે.

ગોવામાં ૪૮માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પહોંચેલ આલિયા ભટ્ટે એક અગ્રણી સમાચાર એજન્સી સાથે વાતચીત દરમિયાન જણાવ્યુ કે, તે ડેવીડ ધવન પાસે જુડવા-૩માં રોલ માંગવા ગઈ હતી. પરંતુ ડેવીડે તેમને એ કહીને ના પાડી દીધી કે તેમની પાસે જુડવા-૩ કરતા પણ તેના માટે સારો રોલ છે.  સુત્રોના જણાવ્યા મુજબ ડેવીડ ધવને આલિયા ભટ્ટને ચાલબાઝની રીમેક માટે ફાઈનલ કરી લીધી હોવાનુ મનાઈ રહ્યુ છે. ત્યારે એ જોવુ રહેશે કે ફિલ્મના અન્ય પાત્રોમાં કોની પસંદગી થાય છે.

Post Your Comment

Your Comments

Online Poll

શું તમને લાગે છે કે હાર્દિક પટેલની રેલી-સભાઓને નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.