આલીયા ચેરીટી માટે કપડાની હરાજી કરશે

ચેરિટી સંસ્થાને સામાજિક કાર્યો માટે આપી દેવામાં આવશે
By: admin   PUBLISHED: Wed, 16 May 2018 18:20:27 +0530 | UPDATED: Wed, 16 May 2018 18:20:27 +0530

મુંબઈ,

તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ રાઝીથી પોતાના અભિનયની ઉંડી છાપ છોડનાર આલીયા ભટ્ટ હવે એક સામાજિક કામ માટે આગાળ આવી છે. આલીયા પોતાના વોરડ્રોમાંથી કેટલીક મનપસંદ ચીજવસ્તુઓની હરાજી કરશે અને તેમાંથી જે નાણા મળશે તે એક ચેરિટી સંસ્થાને સામાજિક કાર્યો માટે આપી દેવામાં આવશે. આ સંસ્થા ખરાબ પ્લાસ્ટીકની બોટલોને રીસાઈકલ કરીને તેવા લોકો સુધી સૌર ઉર્જા પહોંચાડવાનુ કામ કરે છે જેમના સુધી વિજળી પહોંચી નથી.

આલીયાએ જણાવ્યુ હતુ કે તે છેલ્લા ત્રણ વર્ષમાં મારા વોરડ્રોમમાં પડેલી વસ્તુઓની હરાજી અંગે વિચારી રહી હતી. ખાસ કરીને મારી પાસે કપડાઓનો મોટો ભરાવો છે. જેથી તેની હરાજી કરીને મળનાર નાણા ચેરિટી સંસ્થાને આપી દેવામાં આવશે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.