શરાબનો ઉપયોગ કરનાર લોકો સાવધાન બને

શરાબથી કેન્સરનો ખતરો છે
By: admin   PUBLISHED: Fri, 11 Jan 2019 14:12:27 +0530 | UPDATED: Fri, 11 Jan 2019 14:12:27 +0530

તાજેતરમાં જ કરવામાં આવેલા એક ચોકાવનારા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે શરાબ અથવા તો આલ્કોહલનું સેવન ખતરનાક છે. ઘણી બીમારીઓને તે આમંત્રણ આપે છે. આ અભ્યાસના તારણ અગાઉના તારણ કરતાં બિલકુલ અલગ છ. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક પ્રકારના કેન્સરના ખતરાને પણ શરાબ વધારી દે છે.

વિશ્વના મોટા ભાગના દેશોમાં શરાબનું સેવન થાય છે. ભારતમાં પણ શરાબના શોખીનોની સંખ્યા ઓછી નથી. એનએચએસની માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે પુરુષોએ દિવસમાં ત્રણથી ચાર યુનિટથી વધારે ડ્રીક કરવું જોઈએ નહીં. જ્યારે મહિલાઓએ બેથી ત્રણ યુનિટથી વધારે સેવન કરવું જોઈએ નહીં.

સંશોધનમાં જાણવા મળ્યું છે કે શરાબની આનાથી પણ ઓછી સપાટીના સેવનથી પણ કેન્સરનો ખતરો રહેલો છે. અમારા અભ્યાસના ડેટા દર્શાવે છે કે કેન્સરના ઘણા કેસને ટાળી શકાય છે પરંતુ આના માટે આલ્કોહલિક વપરાશ દિવસમાં બે યુનિટ સુધી મર્યાદિત કરવામાં આવે તે જરૂરી છે. પુરુષો દિવસમાં બે આલ્કોહલિક ડ્રીક અને મહિલાઓ એક આલ્કોહલિક ડ્રીક દરરોજ કરવાથી જોખમને ઘટાડી શકાય છે.

ઘણી આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે ઓછા પ્રમાણમાં શરાબનું સેવન શરીર માટે ફાયદાકારક છે. આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે ભલામણ કરવામાં આવેલી માર્ગદર્શિકા કરતા પણ ઓછા પ્રમાણમાં શરાબનું સેવન કરે તો વધુ કેન્સરના કેસોને અટકાવી શકાય છે. એકંદરે શરાબનું સેવન બંધ કરવાથી વધુ ફાયદો થઈ શકે છે. શરાબના કારણે વોઈસ બોક્સ સહિત ઘણા પ્રકારના કેન્સર થાય છે. લિવરના કેન્સરનો પણ ખતરો રહે છે. આ અભ્યાસના પરિણામો બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી ચૂક્યા છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.