બધી કંપનીઓ પોતાની જાહેરાત માટે મને જોઈએ તેટલા રુપિયા આપવા તૈયાર છે: અક્ષય

અક્ષય જ્યારે પણ કોઈ પ્રોડક્ટ સાથે જોડાય છે ત્યારે તે તેની યોગ્ય જાણકારી મેળવે છે
By: admin   PUBLISHED: Mon, 04 Jun 2018 18:14:21 +0530 | UPDATED: Mon, 04 Jun 2018 18:14:21 +0530

મુંબઈ,

બોલીવુડ અભિનેતા અક્ષયે કેન્દ્ર સરકારની સ્વસ્થ ભારત પહલ અંતર્ગત કેંસરરોધી પ્રોડક્ટ સ્વર્ણ સાથી લોન્ચ કરી. આ પ્રસંગે તેણે જણાવ્યુ ઘણી બધી કંપનીઓ પોતાની જાહેરાત માટે તેને જોઈએ તેટલા રુપિયા આપવા તૈયાર છે, પરંતુ તે એવી કોઈ પ્રોડક્ટની જાહેરાત નથી કરતો જેનાથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય.

અક્ષય જ્યારે પણ કોઈ પ્રોડક્ટ સાથે જોડાય છે ત્યારે તે તેની યોગ્ય જાણકારી મેળવે છે. ત્યારબાદ જ તે પ્રોડક્ટની જાહેરાત કરવી કે નહીં તેનો નિર્ણય કરે છે. જો પ્રોડક્ટથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થતી હોય તો તે પ્રોડક્ટની જાહેરાતમાં કામ કરવાનો ઈન્કાર કરી દે છે. 

અક્ષયે જણાવ્યુ કે, ઘણી બધી કંપનીઓ કહે છે કે જોઈએ તેટલા પૈસા લઈલો અને અમારી પ્રોડક્ટની જાહેરાતમાં કામ કરો. પરંતુ હું ઘસીને ના પાડી દઉ છું. અક્ષયે જણાવ્યુ કે, મને ઘણી બધી ગુટકા કંપનીઓ તરફથી પણ ઓફર મળી ચુકી છે પરંતુ મેં તેમાં કામ કરવાની ના પાડી દીધી.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.