બીજાના અભિપ્રાય પર નથી ચાલતી એશ્વર્યા
બોલીવુડની ટોચની અભિનેત્રી એશ્વર્યા
રાય બચ્ચનનુ કહેવુ છે કે તે પોતે જ પોતાની કડક સમીક્ષક બની રહી છે. એશ્વર્યાએ
જણાવ્યુ હતું કે હું અન્યોના અભિપ્રાય પર આધાર રાખતી નથી,હું મારી જાતે જ નક્કી કરી લઉ છું કે હું સાચી દિશામાં છુ કે નહીં.
કરણ જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મ એ દિલ હૈ
મુશ્કેલમાં કામ કર્યા બાદ એશ્વર્યા હાલ રાકેશ ઓમપ્રકાશ મહેરાની ફન્નેખાંમાં કામ
કરી રહી છે, જેમાં તેની સાથે નેશનલ એવોર્ડ વિજેતા
અભિનેતા રાજકુમાર રાવ અને સિનીયર અભિનેતા અનિલ કપુર જોવા મળશે.
આ ઉપરાંત એશ્વર્યા વિતેલા દાયકાની હિટ
ફિલ્મ વો કૌન થી અને રાત ઔર દિનની રીમેકમાં પણ કામ કરી રહી છે. ત્યારે ફિલ્મોમાં
સતત વ્યસ્ત રહેવા છતાં પોતાની જાતને કઈ રીતે ટકાવી રાખો છો તે પ્રશ્નના જવાબમાં
એશ્વર્યાએ જણાવ્યુ હતું કે તમારે પોતે જ પોતાના સમીક્ષક બનવુ પડે છે. જ્યારે તમે
અન્યના અભિપ્રાયો પર આધારીત રહો છો ત્યારે તમે પોતાની જાતને પુરી રીતે ઓળખી શક્તા
નથી. જેથી હું પોતાના અભિપ્રાયો જાતે જ નક્કી કરુ છું. જેથી હું પોતાની કડક
સમીક્ષક બની રહી છું. હું જાતે જ પોતાની સમીક્ષક બનીને નિર્ણય કરુ છું કે હું જે
કંઈ કરી રહી છું તે યોગ્ય છે કે નહીં. જેના કારણે હું પોતાને વધુ કામ કરવા તત્પર
બનાવી શકુ છું.તેમજ મારુ જજમેન્ટ સાચુ પડતુ હોવાના કારણે હું કારકિર્દીમાં ટકી રહી
છું.
સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય
છે?