મણિરત્નમની ફિલ્મમાં એશ અને અમિતાભ નજરે પડશે

ફિલ્મના અન્ય કલાકાર અંગે પણ મહત્વનો નિર્ણય થયો
By: admin   PUBLISHED: Fri, 11 Jan 2019 13:52:07 +0530 | UPDATED: Fri, 11 Jan 2019 13:52:50 +0530

સાઉથ સુપરસ્ટાર વિક્રમ લીડ રોલમાં દેખાશે

મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમની પુત્રવધુ એશ્વર્યા રાય બચ્ચન આગામી ફિલ્મમાં એક સાથે નજરે પડનાર છે. મણિરત્નમ ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. ફિલ્મમાં લીડ રોલમાં સાઉથ સુપરસ્ટારવિક્રમ પણ કામ કરનાર છે. અમિતાભ બચ્ચન અને એશ પહેલા પણ કેટલીક ફિલ્મમાં સાથે કામ કરી ચુક્યા છે. જેમાં બન્ટી ઓર બબલી, સરકાર રાજ અને મોહબ્બતે ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર વિક્રમને પણ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિક્રમ એશની સામે નજરે પડનાર છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે એશે મણિરત્નમને ફિલ્મ કરવા માટે મંજુરી આપી દીધી છે. સાથે સાથે બિગ બિ પણ પટકથા સાંભળી લીધા બાદ ફિલ્મમાં કામ કરવા તૈયાર થઇ ગયા છે. જો કે  અમિતાભને કાસ્ટ કરવાને લઇને હજુ સુધી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. છેલ્લા કેટલાક સમયથી મણિરત્નમ ફિલ્મને લઇને વાતચીત કરી રહ્યા હતા.

આ ફિલ્મમાં એશ ઉપરાંત વિજય સેતુપતિ અને અન્ય કલાકારો પણ કામ કરવા જઇ રહ્યા છે. ફિલ્મ માટે નિર્માતા પહેલા મહેશ બાબુને સાઇન કરવા માટે ઇચ્છુક હતા. તેઓ ઇચ્છતા હતા કે ફિલ્મમાં વિક્રમ અને મહેશ બાબુની જોડી સાથે દેખાય પરંતુ આ બાબત શક્ય બની શકી નથી. આ  આ ફિલ્મમાં મણિરત્નમ કાર્થી અને રામચરણને પણસામેલ કરવા માટે ઇચ્છુક હતા.

જો કે આ બાબત પણ શક્ય બની નથી. એશ અને વિક્રમની જોડી તે પહેલા ફિલ્મ રાવણમાં એક સાથે કામ કરી ચુકી છે. આ ફિલ્મનુ નિર્દેશન પણ મણિરત્નમ દ્વારા કરવામાં આવ્યુ હતુ. ફિલ્મમાં અભિષેક બચ્ચને પણ ટુંકી ભૂમિકા અદા કરી હતી. ૧૪મી જાન્યુઆરીના દિવસે ફિલ્મના સંબંધમાં કોઇ મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. એશ છેલ્લા કેટલાક સમયથી કોઇ મોટી હિટ ફિલ્મ આપી શકી નથ.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.