અલગ અલગ પ્રકારના રોલ કરવા છે : હિના

અભિનેત્રી હિના ખાન
By: admin   PUBLISHED: Sat, 24 Nov 2018 17:26:58 +0530 | UPDATED: Sat, 24 Nov 2018 17:26:58 +0530

મુંબઈ,

ટીવીની આદર્શ વહુ અક્ષરા એટલે કે અભિનેત્રી હિના ખાન અત્યારે સુપર વેંપ કોમોલિકાના રુપમાં જલવો દેખાડી રહી છે. પોતાની સીરીયલો ઉપરાંત હિના બિગ બોસની ગત સીઝનમાં ચમકી હતી અને ચર્ચાનુ કેન્દ્ર રહી હતી. ત્યારે હવે હિના ખાન અલગ અલગ પ્રકારના રોલ ભજવવા માંગે છે.

તેણે જણાવ્યુ કે, મેં લાંબા સમય સુધી એક શો કર્યો અને આ મારો જ વિચારેલો નિર્ણય હતો. પરંતુ હવે હું અલગ અલગ પ્રકારના રોલ કરવા માંગુ છું. એક્તા મેડમે મને કોમોલિકાના રોલ માટે પસંદ કરી. આ એક પડકારજનક ભૂમિકા છે. હું આ રોલને લઈ ખૂબ જ ઉત્સાહિત પણ છું. હું આગામી સમયમાં હજી અલગ પ્રકારના રોલ કરવા માંગુ છું.

Post Your Comment

Your Comments

Online Poll

3 રાજ્યોમાં થયેલાં વિજયનો લાભ કોંગ્રેસને જસદણની પેટાચૂંટણીમાં મળશે ?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.