સરકારી શાળાના વિદ્યાર્થીની હવે દર મહિને પરીક્ષા લેવાશે

હવેથી તમામ સરકારી શાળાના વિદ્યાર્થીઓ માત્ર છ માસિક કે વાર્ષિક જ નહીં, પરંતુ માસિક પરીક્ષા આપશે
By: admin   PUBLISHED: Tue, 10 Jul 2018 22:56:46 +0530 | UPDATED: Fri, 13 Jul 2018 00:08:14 +0530

શિક્ષણનું સ્તર સુધારવા નિર્ણય

રાજ્યભરમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે હવે સરકાર શિક્ષકોની પરીક્ષા લેવાની સાથે-સાથે વિદ્યાર્થીઓની પરીક્ષા દર મહિને લેશે. હવેથી તમામ સરકારી શાળાના વિદ્યાર્થીઓ માત્ર છ માસિક કે વાર્ષિક જ નહીં, પરંતુ માસિક પરીક્ષા આપશે.

ખાનગી શાળાઓની તુલનાએ સરકારી શાળાના બાળકોના શિક્ષણનું સ્તર નીચુ જતુ હોવાથી ભવિષ્યમાં ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષામાં તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ બાળકો પુરતુ પર્ફોમન્સ બતાવી શક્તા નથી, જેના કારણે હવે દર મહિનાના અંતે જે તે અભ્યાસ કર્યો હશે તેની ટેસ્ટ લેવાશે. સરકારી શાળાઓમાં દર વર્ષે યોજાતા ગુણોત્સવ અને પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓના પરિણામ નબળા આવી રહ્યા છે તેનું યોગ્ય મોનિટરીંગ થતુ હનીં હોવાનુ બહાર આવ્યુ હતું. વિદ્યાર્થીઓની ટેસ્ટ લેવાશે તેમાં તેમને તે માસ દરમિયાન ભણેલા અભ્યાસક્રમમાંથી જ પ્રશ્નો પુછાશે. 

વિદ્યાર્થીઓના આ ટેસ્ટની સાથે શિક્ષકોને પણ ખબર પડશે કે વિદ્યાર્થીઓને કેટલુ યાદ રહ્યુ છે શનિવારે હવે શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં નહીં આવે, તેની જગ્યાએ સ્પોટ્‌ર્સ કલ્ચર અને સોશિયલ એક્ટિવીટી કરવાની રહેશે. બાળકોએ શું ઈત્તર પ્રવૃત્તિઓ શનિવારે કરવાની છે તેની એક રુપરેખા તૈયાર થઈ રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા શનિવારે કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવવાની છે તેનુ લિસ્ટ બનાવીને તમામ શાળાઓને મોકલી અપાશે, જેનો શિક્ષકોએ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.