અમદાવાદમાં ઈબીસી સર્ટી કાઢવા માત્ર છ જ કર્મચારી

વહીવટી તંત્રની બેદરકારીના કારણે લાખો વિદ્યાર્થીઓએ ઈબીસી અનામતનો લાભ જતો કરવો પડે તેવી સ્થિતિ
By: admin   PUBLISHED: Tue, 12 Jun 2018 15:53:31 +0530 | UPDATED: Tue, 12 Jun 2018 21:34:03 +0530

સપ્તાહમાં ૩ લાખ ઈબીસી સર્ટીની જરુર છે ત્યારે

અમદાવાદમાં અત્યારે ઈબીસી સર્ટીફિકેટને લઈને મોટી સમસ્યા સર્જાઈ છે. સરકાર સ્વર્ણો માટે ઈબીસી અનામતની જાહેરાત કર્યા બાદ આ વ્યક્તિઓને આર્થિક રીતે લાભ મેળવવા માટે સરકારી કચેરીઓમાંથી ઈબીસી સર્ટી કઢાવવુ જરુરી છે. પરંતુ ઈબીસી ફોર્મ મળવા અત્યારે લોઢાના ચણા ચાવવા બરાબર વાત સાબિત થઈ છે.

અત્યાર સુધી લાપરવાહી દાખવનાર સરકારે મોડા મોડા જાગીને કાર્યવાહી હાથ ધરી છે અને લોકોને ઈબીસી સર્ટી મળે તે માટે અમદાવાદ જિલ્લા કલેક્ટરની કચેરીએ કામ ચાલી રહ્યુ છે. પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે, અમદાવાદ કલેક્ટર કચેરીમાં આવેલ જન સેવા કેન્દ્ર ખાતે માત્ર છ કર્મચારી કાર્યરત છે અને તેની સામે ઈબીસી સર્ટી કઢાવવા આવતી ભીડ લાખોની છે. જનસેવા કેન્દ્રમાં પર્યાપ્ત સુવિધાનો અભાવ છે.

આ જનસેવા કેન્દ્ર ખાતે ૨૦ મેથી લઈને આજ દિવસ  સુધી માત્ર ૨૨૮ સર્ટીફિકેટ ઈસ્યુ કરાયા છે અને ઈબીસી સર્ટીફિકેટ કાઢવા માટે ઓછામાં ઓછો ૫ દિવસનો સમય લાગે છે. તે જોતા આવડી મોટી ભીડને કેવી રીતે પહોંચી વળવુ તે મોટો પ્રશ્ન છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં અન્ય ચાર જનસેવા કેન્દ્ર ખોલાયા છે. પરંતુ ત્યાં તો એક-એક કર્મચારી જ નિમણૂંક કરેલ છે. ત્યારે અમદાવાદમાં વસવાટ કરતા લાખો સવર્ણોને એડમિશન પ્રક્રિયા શરુ થાય તે પહેલા ઈબીસી સર્ટી કેવીરીતે આપવા તે મોટો પ્રશ્ન છે.

 ઉલ્લેખનીય છે કે, ગુજરાત યુનિવર્સિટીના તમામ અભ્યાસક્રમોને મળીને  ૩૦ હજાર સીટ ઈબીસી માટે અનામત રખાઈ છે. જો એક સીટ પર ૧૦ વિદ્યાર્થીઓની અરજી ગણીએ તો પણ ૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ આ અનામત સીટ માટે અરજી કરવાના છે. જેના માટે તેમને ઈબીસી સર્ટીની જરુર પડશે. એટલે કે, આગામી એક સપ્તાહમાં અમદાવાદમાં ૩ લાખ ઈબીસી સર્ટી ઈસ્યુ કરવા પડશે. જોકે વર્તમાન વ્યવસ્થા જોતા આ સર્ટી ઈસ્યુ થઈ શકે તેવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.