સોનમ બાદ હવે હું પણ લગ્ન કરવા તૈયાર છું : આલિયા ભટ્ટ

લગ્ન બાદ કારકિર્દી ખતમ થઈ જાય છે તેવો પહેલા મને ડર હતો જે હવે દૂર થયો છે : આલિયા ભટ્ટ
By: admin   PUBLISHED: Tue, 08 May 2018 15:13:38 +0530 | UPDATED: Tue, 08 May 2018 20:38:31 +0530

લગ્નનો મારો ડર દૂર થયો : આલિયા

બોલીવુડમાં અત્યારે અભિનેત્રી સોનમ કપુરના લગ્નની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે સોનમ કપુરના લગ્ન કાર્યક્રમમાં આલિયા ભટ્ટ પણ જોડાઈ હતી.

પોતાની આગામી ફિલ્મ રાઝીના પ્રમોશનમાં જોરશોરથી લાગેલ આલિયા ભટ્ટે જણાવ્યુ હતું કે સોનમના લગ્નને લઈ તે ખૂબ જ ખુશ છે. તેમજ ખાસ વાત એ છે કે સોનમના લગ્નને જોયા બાદ મારો પણ આત્મવિશ્વાસ વધ્યો છે અને હવે હું પણ લગ્ન કરી શકું છું.

આલિયાએ જણાવ્યુ હતુ કે અનુષ્કા શર્મા, કરીના કપુર અને હવે સોનમ કપુર લગ્ન બાદ પોતાના શાનદાર કરીયરને આગળ વધારી રહ્યા છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે એક કલાકાર લગ્ન બાદ પણ પોતાની કારકિર્દીને આગળ વધારી શકે છે. જેથી લગ્ન સાથે કારકિર્દી ખતમ થવાનો મારો ડર દૂર થયો છે. જેથી હું પણ હવે લગ્નનુ વિચારી શકું છું.

આલિયાએ જણાવ્યુ હતું કે હું ક્યારે લગ્ન કરીશ અને કોની સાથે કરીશ તેની મને ખબર નથી. પરંતુ સોનમ કપુરના લગ્ન જોયા બાદ હવે લગ્ન કરી શકું તેવી હિમ્મત મારામાં ચોક્કસ આવી છે.  જેથી જો હવે લગ્ન કરવાનુ થશે તો હું ડર્યા વિના લગ્ન કરી શકીશ.  કરીના કપુર, અનુષ્કા શર્મા અને સોનમ કપુરે એક આદર્શ સ્થાપિત કર્યો છે.

આલિયાની સાથે કામ કરવાની ઇચ્છા : કેટરીના

બોલીવુડમાં એક કરતા વધુ હિરો હોય તેવી  કેટલીક હિટ ફિલ્મો આવી છે. પરંતુ એક કરતા વધુ હિરોઈન હોય તેવી ફિલ્મો બહુ ઓછી આવી છે. કારણકે સામાન્ય રીતે બે સ્ત્રીઓના અહં બહુ સહેલાઈથી ટકરાઈ જતા હોય છે. પરંતુ એમાં પણ અપવાદ હોઈ શકે છે.


તાજેતરમાં ટોચની અભિનેત્રી કેટરીના કૈફે જણાવ્યુ હતું કે, તે આલિયા ભટ્ટ સાથે કામ કરવાની ઈચ્છા ધરાવે છે અને જો કોઈ સારી સ્ક્રિપ્ટ હશે તો તેની સાથે જરુર કામ કરશે.

કેટરીનાએ જણાવ્યુ કે, અમારી વચ્ચે કોઈ અહંક્લેશ થવાની શક્યતા છે જ નહીં. કેટરીનાએ વધુમાં જણાવ્યુ કે, હું છેલ્લા કેટલાક સમયથી આદિત્ય ચોપરાને કહેતી રહી છું કે એક એવી મેગાબજેટ ફિલ્મ બનાવો જેમાં બે ટેલેન્ટેડ હિરોઈનો સમાંતર રોલ કરતી હોય. જો આ ફિલ્મ બનાવવામાં આવે તો મારી ઇચ્છા છે કે હું તેમાં આલિયા સાથે કામ કરું.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.