હાર્દિક પટેલના વધુ બે કથિત વીડિયો વાયરલ થયા

નવા વીડિયો હાર્દિક ઉટી ગયો ત્યારનો હોવાનો અશ્વિન પટેલનો દાવો : હાર્દિક સાથે અન્ય બે શખ્સ પણ દેખાયા
By: admin   PUBLISHED: Tue, 14 Nov 2017 13:48:32 +0530 | UPDATED: Wed, 15 Nov 2017 22:30:21 +0530

ગુજરાતમાં વીડિયો રાજકારણ ગરમાયુ

પાસ કન્વીનર હાર્દિક પટેલના કથિત વીડિયોને લઈ રાજકારણ ગરમાયુ છે ત્યારે આજે હાર્દિકનો વધુ એક કથિત વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં પણ તે એક યુવતિ સાથે રુમમાં આપત્તિજનક સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. જોકે હજી સુધી આ વીડિયોની કોઈ પુષ્ટી કરવામાં આવી નથી.

પરંતુ વહેલી સવારથી આ વીડિયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. જોકે આ વીડિયોમાં હાર્દિક પટેલ સાથે એક યુવતિ અને અન્ય બે શખ્સ પણ છે. સતત બીજા દિવસે હાર્દિક પટેલનો વીડિયો વાયરલ થતા રીતસરનો ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ વીડિયો ૨ મિનીટ ૩૨ સેકન્ડનો છે. આ વીડિયો હાર્દિક પટેલનો જ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ખાસ કરીને ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે એકબાદ એક જાહેર થઈ રહેલ  હાર્દિક પટેલના વીડિયોએ તમામને ચોંકાવ્યા છે.

આ વીડિયો જાહેર કરનાર અશ્વિન પટેલે જણાવ્યુ હતું કે, આ વીડિયો  હાર્દિક પટેલ ઉટી ગયો હતો ત્યારનો છે. તેણે હોટલમાં એક યુવતિ સાથે શું હરકત કરી હતી તે હકીકત સૌ કોઈ વીડિયોમાં જોઈ શકે છે. વાયરલ થયેલ આ વીડિયોમાં ૨૨ મે ૨૦૧૭ની તારીખ જોવા મળી રહી છે.

મહત્વનુ છે કે આ પહેલા સોમવારે પણ હાર્દિક પટેલનો એક વીડિયો વાયરલ થયો હતો, જેને હાર્દિક પટેલે ગંદુ રાજકારણ ગણાવ્યુ હતું. હાર્દિક પહેલાથી જ એવી જાહેરાત કરી ચુક્યો છે કે ભાજપે મારી નકલી અશ્લીલ સીડી બનાવી છે અને તે ચુંટણી સમયે જાહેર કરી મને બદનામ કરવાનો પ્રયત્ન કરશે.

સીડી કાંડ : અશ્વિન પટેલનુ ભાજપ કનેક્શન સામે આવ્યુ, મનસુખ માંડવીયા સાથેની તસ્વીર વાયરલ..

તસ્વીરો સામે આવ્યા બાદ કોંગ્રેસ અને હાર્દિકના પાસ પર પ્રહારો : સમગ્ર મામલે રાજકારણમાં ગરમાવો આવ્યો

ગુજરાતમાં પાસ કન્વીનર હાર્દિક પટેલની કથિત સીડીને લઈને રાજકારણ ગરમાયુ છે. ત્યારે આ સીડી જાહેર કરનાર યુવકની ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સાથેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ સમગ્ર મામલે નવો વળાંક સામે આવ્યો છે. સીડી રીલીઝ કરનાર અશ્વિન પટેલની મનસુખ માંડવીયા સાથેની આ તસ્વીર બહાર આવ્યા બાદ તેનુ ભાજપ કનેક્શન ખુલ્યુ છે. જેથી હવે હાર્દિક પટેલ અને કોંગ્રેસ તરફથી આ મામલે ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવે તેવી શક્યતા છે.

આ તસ્વીરોમાં અશ્વિન પટેલ મનસુખ માંડવીયાના ઘરે હોય તેવુ લાગી રહ્યુ છે એટલુ જ નહીં તે મનસુખ માંડવીયાની પુત્રીને રમાડતો પણ જોવા મળી રહ્યો છે. જેના કારણે મનસુખ માંડવીયા અને અશ્વિન પટેલ વચ્ચે પહેલાથી સંબંધો હોવાનુ મનાઈ રહ્યુ છે. જોકે આ મામલે અશ્વિન પટેલ કે મનસુખ માંડવીયા તરફથી કોઈ ખુલાસો કરાયો નથી.

મહત્વનુ છે કે આ પહેલા કોંગ્રેસ અને હાર્દિકે કથિત સીડી પાછળ ભાજપનોે હાથ હોવાનો દાવો કરી આ સમગ્ર પ્રકરણને ગંદી રાજનીતિ ગણાવી હતી. કોેંગ્રેસ પણ હાર્દિક પટેલના બચાવમાં ખુલીને સામે આવ્યુ છે. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે હાર્દિક પટેલને સરદારનો વશંજ ગણાવ્યો હતો. ત્યારે ભાજપ નેતા મનસુખ માંડવીયાએ કોંગ્રેસના આ નિવેદનને સરદારનુ અપમાન ગણાવ્યુ હતું. તેમજ આ સમગ્ર મામલે ભાજપને કોઈ લેવા દેવા ન હોવાનો દાવો પણ કર્યો હતો.

 હાર્દિકનો વિડીયો તેના જ સાથીઓએ જાહેર કર્યો : અશ્વિન પટેલ

હાર્દિક પટેલની કથિત સીડી જાહેર કરવામાં જેનુ નામ સામે આવ્યુ હતુ કે અશ્વિન પટેલનુ કહેવુ છે કે કોંગ્રેસની ટિકીટ મેળવવા માટે હાર્દિકના સાથીઓ દ્વારા જ આ વિડીયો જાહેર કરવામાં આવ્યા છે. તેમજ તેના મારી પાસે પુરતા પુરાવા છે. જે આગામી ત્રણ દિવસમાં હું જાહેર કરીશ.

સીડી ખોટી હોવા મામલે અશ્વિન પેટલે જણાવ્યુ હતુ કે હાર્દિક પટેલને વિશ્વાસ હોય કે આ સીડી નકલી છે તો તપાસ કરાવને, તપાસથી કેમ દુર ભાગે છે. લાગે છે કે ભારતીય બંધારણ પર તેને ભરોસો નથી.

અશ્વિન પટેલે જણાવ્યુ હતુ કે પાટીદાર સમાજની હમદર્દી જીતવા માટે હાર્દિક પટેલ ગમે તે હદ સુધી જઈ શકે છે. હાર્દિક પાટીદાર સમાજને ગુમરાહ કરીને સરદાર સાહેબનું નામ બદનામ કરી રહ્યા છે. તેમજ તેના સાથીઓ મહત્વકાંક્ષી છે, જેથી તેમણે જ પોતાના અંગત હિતો સાધવા માટે આ વિડીયો વાયરલ કર્યો છે. મનસુખ માંડવીયા સાથેના સબંધોના અહેવાલોને પણ અશ્વિને નકારી કાઢ્યા હતા.

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.