ઝુલન ગોસ્વામીના જીવન પર બનશે હવે બાયોપિક

આ ફિલ્મનું ડાયરેક્શન સુશાંતદાસ કરશે
By: admin   PUBLISHED: Wed, 20 Sep 2017 20:30:31 +0530 | UPDATED: Wed, 20 Sep 2017 20:30:31 +0530

મુંબઈ,

અત્યારે બોલીવુડમાં વિવિધ સ્પોટ્‌સ સેલિબ્રીટીના જીવન પર બાયોપિક ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, મિલ્ખાસિંહમેરીકોમ જેવા અનેક સ્પોટ્‌સ સેલિબ્રીટીના જીવન પર બાયોપિક બની છે. ત્યારે હવે મહિલા ક્રિકેટમાં દુનિયામાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ઝુલન ગોસ્વામીના જીવન પર પણ બાયોપિક બનાવવાની તૈયારી ચાલી રહી છે. અત્યારે આ ફિલ્મનું નામ ચાકદહ એક્સપ્રેસ, જેમાં ઝુલનના ગૃહનગર નાદિયાથી વર્ષ ૨૦૧૭ના મહિલા વર્લ્ડકપની ફાઈનલ સુધીની વાર્તા રજુ કરાશે.

ભારતીય ટીમ ફાઈનલમાં હારતા સહેજ માટે વર્લ્ડકપ જીતવાનુ  ચુકી ગઈ હતી. આ ફિલ્મનું ડાયરેક્શન સુશાંતદાસ કરશે. તેમણે જણાવ્યુ હતું કે, ફિલ્મનું શુટિંગ ચાકદહથી લઈને લોડ્‌સ સુધી કરવામાં આવશે. ઝુલન ગોસ્વામીના પાત્રને ફિલ્મી પડદે રજુ કરવા માટે અમે બોલીવુડની કેટલીક લાંબા કદની અભિનેત્રી સાથે ચર્ચા કરી રહ્યા છીએ.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.