પત્નીની હત્યા કરી પતિનો આત્મહત્યાનો પ્રયત્ન

હત્યા કર્યા બાદ પતિએ પોતાના શરીર પર છરીના ઘા ઝીંકી આત્મહત્યાનો પ્રયત્ન
By: admin   PUBLISHED: Wed, 06 Dec 2017 21:52:40 +0530 | UPDATED: Wed, 06 Dec 2017 21:52:40 +0530

 જેતપુર,

જેતપુરના ગોંદરા વિસ્તારમાં રહેતા દેવીપૂજક પરિવારમાં કૌટુંબિક ઝઘડાના કારણે પતિએ છરીના ઘા ઝીંકીને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પોતાના શરીર પર છરીના ઘા ઝીંકી આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.

મળતી માહિતી મુજબ જેતપુરની વડલી ચોકમાં રહેતા સુરેશ સોલંકીએ આવેશમાં આવી પોતાના પત્ની મધુબેનની છરીના ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી. ત્યારબાદ સુરેશભાઈએ પોતે પણ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. જોકે બનાવની જાણ થતા પરિવારજનો આવી પહોંચતા સુરેશભાઈને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ ખસેડાયા છે. આ દંપત્તિને ૮ પુત્રીઓ હતીજોકે તેમને એકપણ પુત્ર હતો નહીં, જેને લઈને ઝઘડો ચાલતો હોવાનુ જાણવા મળ્યુ છે. 

Post Your Comment

Your Comments

Online Poll

શું તમને લાગે છે કે હાર્દિક પટેલની રેલી-સભાઓને નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.