સોનાની આયાત ઘટતા દેશની વેપારી ખાદ્યમાં ઘટાડો નોધાયો

અપ્રિલમાં ભારતની નિકાશ ૫.૨ ટકા વધીને ૨૫.૯૧ અબજ ડોલર રહી : આયાત ૩૯.૬૩ અબજ ડોલર રહી
By: admin   PUBLISHED: Wed, 16 May 2018 14:08:02 +0530 | UPDATED: Wed, 16 May 2018 14:08:02 +0530

એપ્રિલમાં વેપારી ખાદ્ય ૧૩.૨ અબજ ડોલર રહી

સોનાની આયાતમાં થયેલ ઘટાડાના કારણે એપ્રિલ મહીનામાં ભારતની વેપારી ખાદ્યમાં પણ ઘટાડો નોધાયો છે. આ સાથે જ વર્તમાન નાણીકીય વર્ષના પ્રથમ મહીનામાં ભારતની નિકાશમાં પણ ૫.૨ ટકાનો વધારો નોધાયો છે. કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીય મંત્રાલય તરફથી જાહેર કરવામા આવેલ આંકડા મુજબ એપ્રિલમાં ભારતની નિકાશ ૨૫.૯૧ અબજ ડાલરની રહી હતી. જ્યારે આયાત ૪.૬ ટકાના વધારા સાથે ૩૯.૬૩ અબજ ડોલરની સપાટી પર રહી હતી. એટલે કે એપ્રિલમાં ભારતની વેપારી ખાદ્ય ૧૩.૭૨ અબજ ડોલરની રહી હતી. ફે

ડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગનાજેશનના ડાયરેક્ટર જનરલ અજય સહાયે જણાવ્યુ હતુ કે દેશની નિકાશમાં થોડો વધારો થયો છે. તેમજ ચીનમાં થતી નિકાશમાં રિકવરી એક સારી બાબત છે. એપ્રિલમાં ચીનમાં કરવામાં આવતી નિકાશમાં ૧૨.૯ ટકાનો વધારો નોધાયો છે. જો કે જેમ એન્ડ જ્વૈલરી, ટેક્સટાઈલ, કોર્પેટ અને લેધર જેવા વધુ રોજગારી આપતા સેક્ટરમાં નિકાશ યોગ્ય રહી નથી.

સહાયે જણાવ્યુ હતુ કે વધુ રોજગારી આપતા મોટા ભાગના સેક્ટરનુ પ્રદર્શન નબળુ રહ્યુ છે. ખાસ કરીને બેન્કોનુ પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યુ છે. ૩૦માંથી ૧૬ સેક્ટર્સમાં નિકાસ વધી છે. જેમાં એન્જિન્યરીંગ ગુડ્‌સમાં નિકાસ ૧૭.૬૩ ટકા, ઓર્ગોનિક અને ઈનઓર્ગોનિક કેમિકલમાં ૩૪.૪૮ ટકા અને પ્લાસ્ટીકમાં નિકાશ ૩૦.૦૩ ટકા સધી વધી છે. આ ઉપરાત એપ્રિલમાં સોનાની આયાત ૩૩ ટકા ઘટીને ૨.૬ અબજ ડોલરની સપાટી પર આવી ગઈ છે. જો કે ક્રડ ઓઈલની આયાત ગત વર્ષની તુલનામાં ૪૧.૫ ટકા વધીને ૧૦.૪૧ અબજ ડોલર રહી છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.