આજથી અધીક માસનો થશે પ્રારંભ : ધાર્મિક કાર્યક્રમો શરૂ

૧૩ જુન દરમિયાન અધિક જેઠમાસ રહેશે જે સમયમાં કોઈ શુભકાર્યો કરવા અગ્યો ગણાય : ભક્તીનો માહોલ
By: admin   PUBLISHED: Tue, 15 May 2018 21:28:40 +0530 | UPDATED: Tue, 15 May 2018 21:28:40 +0530

એક મહીના સુધી કોઈ શુભ મુર્હત નહી

આવતીકાલથી અધિક જેઠ માસમો પ્રારંભ થઈ રહ્યો છે. જેને પુરષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં અવે છે. અધીક માસને લઈને અંબાજી, દ્વારકા અને સોમનાથ સહીતનાં મંદિરોમાં વિશેષ પુજાનુ આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ સમગ્ર મહીના દરમિયાન ધાર્મિકતોનો મોહોલ જોવા મળશે. આ સાથે જ  લાંબા સમયથી ચાલી રહેલ શુભકાર્યો પર હવે બ્રેક લાગી જશે. 

આ અધીક જેઠ માસ ૧૩ જુન સુધી ચાલશે. એટલે કે આ દિવસો દરમિયાન લગ્ન સહિતના શુભકાર્યો કરી શકાશે નહી. ત્યાર બાદ ૧૮ જુનથી ફરી લગ્ન માટેના મુર્હત આવશે. જે ૧૪ જુલાઈ સુધી રહશે. ત્યાર બાદ દેવ દિવાળી સુધી કોઈ શુભ મુર્હત આવતુ નથી. આ વખતે અધિક માસ આવી રહ્યો છે. આ અધિક માસ દરમિયાન પ્રતિષ્ઠા કર્મ, વિવાહ, લગ્ન સહિતના શુભ કાર્યો કરવાનુ શુભ મનાતુ નથી.

અધિક પુરુષોત્તમ માસમાં દાન, ઉપવાસ, વ્રત, પારાયણ સપ્તાહ સહિતના કાર્યો કરવા શુભ માનવામાં આવે છે. ત્યાર બાદ જુન મહીનામાં ત્રણ મુર્હત અને જુલાઈ મહીનામાં છ શુભ મુર્હત આવે છે. જુન મહીનામાં ૧૮, ૧૯ અને ૨૩ તારીખના દિવસે શુભ મુર્હત આવે છે. જ્યારે જુલાઈ મહીનામાં ૨,, , , ૧૦ અને ૧૫ તારીખે શુભ મુર્હત આવે છે. અધીક માસ  ૧૩ જુન બુધવારના રોજ પુર્ણ થશે. સામાન્ય રીતે એક વર્ષમાં ૩૬૫ દિવસ હોય છે. જેને સૌર માસ કરવામાં આવે છે. જ્યારે ચન્દ્ર માસના દિવસો ૩૫૪ હોય છે. સૌર માસ અને ચંદ્ર માસ વચ્ચે ખુટતા દિવસોને પુર્ણ કરવા માટે હિન્દુ ધર્મમાં અધિક માસની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ વર્ષે અધિક માસ ૩૪ મહીના પછી આવી રહ્યો છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.