Wednesday,19 September 2018,08:33:58

દર્શકોને મારો અભિનય ન ગમે તો તે મને કંઈપણ કહી શકે છે

દર્શકો મારી ફિલ્મો માટે પૈસા ખર્ચે છે, જેથી તેમને ટિપ્પણી કરવાનો પૂરેપૂરો અધિકાર રહેલો છે : અભિષેક
By: admin   PUBLISHED: Tue, 11 Sep 2018 21:54:04 +0530 | UPDATED: Tue, 11 Sep 2018 21:54:04 +0530

અભિનેતા અભિષેક બચ્ચને આપ્યુ નિવેદન

બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન બે વર્ષ બાદ ફિલ્મ મનમર્જિયાંથી રુપેરી પડદે વાપસી કરવા જઈ રહ્યો છે. અનુરાગ કશ્યપની મનમર્જિયાં ફિલ્મ ચાલુ સપ્તાહે શુક્રવારે રીલીઝ થવાની છે. ત્યારે ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેતા અભિષેક બચ્ચને પોતાના અભિનય અંગે વાત કરતા જણાવ્યુ કે, જો દર્શકોને તેનો અભિનય પસંદ નથી પડતો તો તે દર્શકોની ખરાબ ટિપ્પણી પણ સાંભળવા તૈયાર છે.

અભિષેક બચ્ચને જણાવ્યુ કે, જો તેમને મારો અભિનય પસંદ નથી પડતો તો હું તેમની ખરાબ ટિપ્પણી પણ સાંભળી શકુ છું. તે મારી ફિલ્મ જોવા માટે પૈસા ખર્ચ કરે છે તો તેમને આનો પૂરો અધિકાર પણ રહેલો છે. સીધી મારા પર કોમેન્ટ થવા પર પણ મને કોઈ વાંધો નથી. તેમણે જણાવ્યુ કે, મારુ કામ દર્શકોનુ મનોરંજન કરવાનુ છે અને અમે કેટલાક અલગ-અલગ પાત્રો ભજવતા હોઈએ છીએ. મને આલોચકો અને દર્શકોની ટિપ્પણીઓથી કોઈ વાંધો નથી. મહત્વનુ છે કે, અભિષેક બચ્ચન છેલ્લે ૨૦૧૬માં હાઉસફુલ-૩ ફિલ્મમાં નજરે પડ્યો હતો. ત્યારબાદ તેણે ફિલ્મોમાંથી બ્રેક લઈ લીધો હતો. આ અંગે અભિષેકે જણાવ્યુ કે, તેણે પોતાની આત્મસંતુષ્ટિ માટે બ્રેક લીધો હતો.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.