દિલ્હીમાં પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવેલી પાર્ટી દિલ્હીની સાથે અન્ય રાજ્યોમાં પણ વિખવાદમાં : કેજરીવાલે વિશ્વાસ ગુમાવ્યો

આમ આદમી પાર્ટીમાં ભંગાણ જારી
By: admin   PUBLISHED: Fri, 11 Jan 2019 14:19:35 +0530 | UPDATED: Fri, 11 Jan 2019 14:19:35 +0530

યોગ્ય નીતિ અને દિશા ન હોવાના કારણે પાર્ટીની હાલત કફોડી...

અરવિન્દ કેજરીવાલે જ્યારે આમ આદમી પાર્ટી બનાવી હતી ત્યારે મોટા મોટા વચનો દરરોજ આપવામાં આવી રહ્યા હતા. તેમના વચનો વચ્ચે સામાન્ય લોકોને પણ તેમનામાં એક નવી આશા દેખાઇ હતી. જેના કારણે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો કરી દીધો હતો અને ઐતિહાસિક જીત મેળવી હતી. દિલ્હીમાં શાનદાર જીત મેળવી લીધા બાદ આમ આદમી પાર્ટીએ દેશના અન્ય રાજ્યોમાં પણ તેનુ નેટવર્ક ફેલાવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં લોકો પાર્ટીમાં સામેલ થવા લાગી ગયા હતા. ગુજરાતમાં પણ આશા જગાવી હતી. જો કે ટુંકા ગાળામાં જ અરવિન્દ કેજરીવાલના પ્રહારો એકપછી એક ખોટા પુરવાર થવા લાગી ગયા હતા.

કેજરીવાલને તેમના નિવેદન બદલ જુદા જુદા પક્ષોના નેતાઓની માફી માંગવી પડી હતી. કેજરીવાલની પ્રતિષ્ઠા ખરડાઇ હતી. દેશના ટોપ ઉદ્યોગપતિઓની સામે આંગળી ઉઠાવી હતી. ધીમે ધીમે કેજરીવાલની શક્તિ ખુલી પડવા લાગી ગઇ હતી. પાર્ટીની હાલત પણ ખરાબ થવા લાગી ગઇ હતી. હવે આમ આદમી પાર્ટીના લોકો કેજરીવાલમાં વિશ્વાસ ગુમાવી રહ્યા છે. અનેક વિશ્વસનીય નેતા પાર્ટી સાથે છેડો ફાડી ચુક્યા છે. દિલ્હીની સાથે સાથે અન્ય રાજ્યોમાં પણ પાર્ટીના લોકો તેમનુ સાથ છોડી રહ્યા છે. પાર્ટીની સ્થાપના કરનાર લોકો પણ કેટલાક સાથ છોડી ચુક્યા છે.

હવે દિલ્હીની સાથે સાથે આમ આદમી પાર્ટીની હાલત પંજાબમાં પણ ખરાબ થઇ રહી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીના નેતા ફુલ્કા અને સુખપાલ સિંહ પાર્ટી સાથે છેડો ફાડી ચુક્યા છે. પાર્ટી હવે ખરાબ હાલતમાં આવી ગઇ છે. પંજાબમાં વિધાનસભાની ચૂંટણી બાદ પાર્ટીમાં સતત બળવાની સ્થિતી રહેલી છે. એક સમય પંજાબને વિકલ્પ આપવાની વાત કરનાર આમ આદમી પાર્ટી હવે અસ્તિત્વની લડાઇ લડી રહી છે. પાર્ટીએ તેના પ્રથમ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય વિરોધ પક્ષ બનીને ચર્ચા જગાવી હતી. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ તમામ તાકાત લગાવી હતી.

ચૂંટણીથી થોડાક સમય પહેલા પાર્ટીના રાજ્ય સંયોજક સુચ્ચા સિંહ છોટેપુરને અધ્યક્ષ પદેથી દુર કરવામાં આવ્યા હતા. તેમના પર પાર્ટી ફંડના નામે પૈસા માંગવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. એ વખતે પાર્ટી નેતાએ દિલ્હીના નેતાઓ પર આરોપ કર્યા હતા. ચૂંટણી પહેલા પાર્ટીમાં વધારે ઉથલપાથલ દેખાઇ ન હતી. જો કે પરિણામ આવ્યા બાદ પાર્ટીમાં ભૂકંપની સ્થિતી સર્જાઇ ગઇ હતી. એવા આક્ષેપની શરૂઆત થઇ કે કેજરીવાલ દિલ્હીમાંથી રિમોટ કન્ટ્રોલ મારફતે પંજાબને ચલાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ત્યારબાદ પાર્ટી ગઠબંધનની ફરીથી રચના કરવામાં આવી હતી.

સંજય સિંહની જગ્યાએ ત્યારબાદ મનીષ સિસોદિયાને જવાબદારી સોંપવામાં આવી હતી. ભગવત માનને ત્યારબાદ સંયોજક બનાવી દેવામા ંઆવ્યા હતા. નવો હોદ્દેદારો પણ બનાવી દેવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૭ બાદ પંજાબ ચૂંટણી પછી દિલ્હીના આપ નેતાઓની પંજાબમાં દરમિયાનગીરી નહીંવત બની ગઇ હતી. જેના કારણે જુથવાદની સ્થિતી વધુને વધુ ખરાબ થઇ રહી હતી. પાર્ટી પંજાબમાં મુખ્ય વિપક્ષી દળ હોવા છતાં તેની સ્થિતી કોઇ પણ રીતે અસરકારક બની શકી નથી.

અરવિન્દ કેજરીવાલ દ્વારા માનહાનિના કેસમાં અકાળી નેતા  વિક્રમ સિંહ મજીઠિયાની માફી માંગી લેવામાં આવ્યા બાદ પંજાબના નેતાઓએ ફરી એકવાર પ્રશ્નો ઉઠાવવાની શરૂઆત કરી દીધી હતી. તાજેતરમા ંજ પાર્ટી છોડનાર સુખપાલ સિંહ ખૈરાને વિધાનસભા પક્ષના નેતા પદથી દુર કરી દેવામાં આવ્યા હતા. ખૈરા પર પાર્ટી વિરોધી ગતિવિધી ચલાવવાનો આરોપ મુકવામાં આવ્યો છે. પંજાબમાં જુથવાદની ગતિવિધીના કારણે પાર્ટીની હાલત કફોડી બનેલી છે.

લોકસભાની ચૂંટણી આડે વધારે સમય નથી ત્યારે આમ આદમી પાર્ટીની હાલત કફોડી બનેલી છે. તે કોઇ પડકાર લોકસભાની ચૂંટણીમાં ઉભા કરી શકે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. પાર્ટી માટે નવા ઉથલપાથલને રોકવા માટેની બાબત એટલી મુશ્કેલરૂપ દેખાઇ રહી નથી. કેજરીવાલને દેશના લોકો એક દિગ્ગજ નેતા તરીકે ગણને  છે. લોકોની ઇચ્છાશક્તિને પણ તેઓ સમજે છે. જો કે તેમના કેટલાક પગલાના કારણે તેમની હાલત કફોડી બની છે. હવે વિશ્વાસ પુન હાંસલ કરવામાં તકલીફ પડી શકે છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.