આંચલ ઠાકુરે સ્કિઈંગમાં ભારતને અપાવ્યો મેડલ

બ્રોન્ઝ મેડલ જીતતાની સાથે જ આંચલ ઠાકુર સ્કીઈંગ કોમ્પિટિશનમાં મેડલ જીતનાર પ્રથમ ખેલાડી બની
By: admin   PUBLISHED: Wed, 10 Jan 2018 19:23:14 +0530 | UPDATED: Wed, 10 Jan 2018 19:23:14 +0530

સ્કિઈંગ ટૂર્નામેન્ટમાં જીત્યો બ્રોન્ઝ મેડલ

મનાલીની આંચલ ઠાકુરે ભારત તરફથી સ્કીઈંગમાં ઈતિહાસ રચી દીધો છે. આંચલે ઈન્ટરનેશનલ લેવલે સ્કીઈંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. ઈન્ટરનેશનલ સ્કીઈંગ કોમ્પિટિશનમાં મેડલ જીતનાર તે ભારતની પ્રથમ ખેલાડી બની છે, જેણે એલ્પાઈન એજ્ડેર ૩૨૦૦ કપમાં બ્રોન્ઝ મેડલ પોતાને નામે કર્યો. એલ્પાઈન એજ્ડેર ૩૨૦૦ કપનુ આયોજન  સ્કી ઈન્ટરનેશનલ ફેડરેશન (એફઆઈએસ) કરે છે.

આંચલે અહીં મેડલ સ્લાલમ (સર્પિલાકાર રસ્તા પર સ્કી) રેસ કેટેગરીમાં ભાગ લઈ મેડલ જીત્યો. આ વખતે આ ટૂર્નામેન્ટ તુર્કીમાં આયોજિત કરવામાં આવી હતી.  તુર્કીના પૈલનડોકેન સ્કી સેંટરમાં આંચલે ભારત તરફથી ઈતિહાસ રચ્યા બાદ ખુશી વ્યક્ત કરી.

પોતાની આ જીત બાદ તેણે જણાવ્યુ કે, મહિનાઓની આકરી ટ્રેનિંગ બાદ આખરે મહેનત રંગ લાવી. મેં અહીં સારી શરુઆત કરી અને શરુઆતમાં જ સરસાઈ મેળવી લીધી હતી, જેનાથી મને જીતવામાં સરળતા રહી. આંચલની આ ઉપલબ્ધિ એટલા માટે ખાસ છે કે કારણકે વિંટર સ્પોટ્‌ર્સને લઈ ભારતમાં કોઈ કલ્ચર નથી અને ન તો આવા સ્પોટ્‌ર્સ માટે સંશાધન પણ અહીં ઉપલબ્ધ નથી. 

પોતાની આ જીતને આંચલે માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ટિ્‌વટર પર શેર કરતા લખ્યુ કે, આખરે કંઈક એવુ થઈ ગયુ જેની આશા પણ નહતી.  સ્કીઈંગ સ્પોટ્‌ર્સમાં ઈન્ટરનેશનલ  લેવલ પર આજે ભારતનુ નામ રોશન કરનાર આંચલની આ ઉપલબ્ધિથી દેશમાં તમામ લોકો ખૂશ છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.