ભારત-ચીનના કારણે વધી રહ્યુ છે દુનિયામાં પ્રદૂષણ

દુનિયા માટે હવે ગ્લોબલ વોર્મિંગ પર નિયંત્રણ મેળવવુ મુશ્કેલ જ નહીં અશક્ય-વધી રહ્યુ છે દુનિયાનુ તાપમાન
By: admin   PUBLISHED: Tue, 14 Nov 2017 14:00:43 +0530 | UPDATED: Wed, 15 Nov 2017 22:30:46 +0530

વૈેજ્ઞાનિકોના વૈશ્વિક રીપોર્ટમાં કરાયો દાવો

વૈજ્ઞાનિકોએ ચેતવણી જાહેર કરી છે કે ૩ વર્ષથી કાર્બન ડાયોક્સાઈડનુ ઉત્સર્જન સ્થિર થઈ ગયુ છે. જોકે આ વર્ષે તે રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે. વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે હવે એવા સંકેત મળી રહ્યા છે કે ગ્લોબલ વોર્મિંગ પર નિયંત્રણ મેળવવુ દુનિયા માટે હવે મુશ્કેલ જ નહી અશક્ય બની ચુક્યુ છે. આ વૈજ્ઞાનિકોએ ખતરનાક કાર્બન ડાયોક્સાઈડ ગેસ માટે ભારત અને ચીનને દુનિયામાં સૌથી વધુ જવાબદાર ગણાવ્યા છે. સુત્રોનું કહેવુ છે કે દુનિયાભરમાં પેટ્રોલિયમ પ્રોડક્ટના ઉપયોગ અને ઉદ્યોગના કારણે ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષે વૈશ્વિક પ્રદૂષણ બે ટકા વધ્યુ છે. કોલસાનો બેફામ ઉપયોગ કરીને ચીન દુનિયામાં સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતો દેશ છે.

વૈજ્ઞાનિકોના રીપોર્ટમાં દાવો કરાયો છે કે, અમેરિકા સહિત યુરોપિયન દેશોમાં છેલ્લા કેટલાક વર્ષથી કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં ઘટાડો થયો છે. પરંતુ વિકાસશીલ દેશોમાં પ્રદૂષણ વધવાથી આ ઘટાડો નિરર્થક બની રહ્યો છે. રીપોર્ટમાં દાવો કરાયો છે કે ૨૧મી સદીમાં ભારત અને ચીન જેવા સૌથી ઝડપી ઉદ્યોગિકરણ કરનાર દેશોએ લાખો કોલસા પ્લાન્ટ બનાવ્યા અને રસ્તાઓ પર કરોડો નવી કાર ઉતારી. તેમના આર્થિક વિકાસની સાથે-સાથે કાર્બનડાયોક્સાઈડનુ પ્રમાણ પણ વધતુ ગયુ.

દુનિયામાં ઔદ્યોગિક ગ્રીન હાઉસ ગેસના કુલ ઉત્સર્જનના ચોથા ભાગનુ ઉત્સર્જન એકલુ ચીન કરે છે.  જોકે છેલ્લા બે વર્ષથી ચીનનો ઔદ્યોગિક વિકાસ નબળો પડ્યો હોવાથી કોલસાનો ઉપયોગ ઘટ્યો છે. તેમજ ચીને સર્વિસ કેન્દ્રીત અર્થવ્યવસ્થા પર પોતાનુ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. જોકે હજી પણ ભારત અને બ્રાઝિલ જેવા દેશોમાં કોલસાનો ઉપયોગ ચાલુ છે. જે વૈશ્વિક તાપમાનમાં વધારો કરી રહ્યુ છે.

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.