છત્તીસગઢ : નક્સલી હુમલામાં CRPFના ૯ જવાન શહિદ

હુમલામાં ૨૫ જવાનો ઘાયલ : કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે હુમલાની તપાસના આદેશ આપ્યા : તપાસ શરુ
By: Monika Vyas   PUBLISHED: Tue, 13 Mar 2018 15:11:55 +0530 | UPDATED: Wed, 14 Mar 2018 22:34:55 +0530

નક્સલીઓએ ઘાત લગાવી કર્યો હુમલો

છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે નક્સલવાદીઓએ ફરી એકવાર સુરક્ષા દળોને પોતાના નિશાન બનાવ્યા હતા. નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા બોમ્બ બ્લાસ્ટમાં સીઆરપીએફના ૯ જવાન શહિદ થયા છે. જ્યારે ૨૫ જવાનો ઘાયલ થયા છે. આ હુમલો સુકમા જિલ્લાના કિસ્ટારામ વિસ્તારમાં થયો હતો.  નક્સલવાદીઓએ લેન્ડમાઈન્ડ દ્વારા વિસ્ફોટ કર્યો હતો. આ દરમિયાન નક્સલવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી.આ અથડામણમાં કુલ ૯ જવાનો શહિદ થયા છે, જ્યારે ૨૫ જવાન ઘાયલ થયા છે.  આ હુમલા અંગેનો રીપોર્ટ ગૃહ મંત્રાલયે માંગ્યો છે. 

રીપોર્ટ મુજબ, આ હુમલામાં લગભગ ૧૦૦ જેટલા નક્સલીઓ સામેલ હતા. નક્સલવાદીઓએ આઈઈડી પ્રુફ વ્હિકિલનેજ બ્લાસ્ટ કરી ઉડાવી મુક્યુ હતુ. નક્સલ પ્રભાવિત સુકમાના કિસ્તરામ વિસ્તારમાં સીઆરપીએફની ૨૧૨મી બટાલિયન સર્ચ ઓપરેશન માટે જઈ રહી હતી તે દરમિયાન જ ઘાત લગાવીને બેઠેલ નક્સલીઓએ તેમના પર હુમલો કરી દીધો હતો.  નક્સલ વિરોધી અભિયાનના સ્પેશિયલ ડીએમ અવસ્થીએ જણાવ્યુ હતું કે, એક પેટ્રોલિંગ પાર્ટીની બુલેટપ્રુફ ગાડીમાં કિસ્તરામથી પોલાદી જઈ રહ્યા હતા. તે દરમિયાન જ રસ્તામાં નક્સલીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો. ઘટનાની જાણકારી મળતા જ વધારાની ફોર્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જોકે તે પહેલા નક્સલીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.

૮ માર્ચે ૨૯ નક્સલીએ કર્યુ હતુ આત્મસમર્પણ

હજી થોડા સમય પહેલા જ એલારમુડુગુ અને વીરભટ્ટી જેવા ગામડાઓમાંથી આવેલા ૨૯ નક્સલવાદીઓએ ભેજ્જી પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યુ હતું. તેમાં ૧૧ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આત્મસમર્પણ કરી ચુકેલ આ નક્સલવાદીઓમાં કેટલાક ખુંખાર નક્સલીઓ પણ સામેલ હતા. આ એજ ગામ છે જ્યાં ૧૮ ફેબ્રુઆરીએ ૨૦ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા હતા.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.