પરમાણુ પ્રતિબંધ સંધિ ઉપર ૫૦થી વધુ દેશોના હસ્તાક્ષર

અમેરિકા અને ભારત સહિત તમામ પરમાણુ સંપન્ન દેશોએ સંધિનો વિરોધ કર્યો : કુલ ૧૨૨ દેશનુ સમર્થન
By: admin   PUBLISHED: Thu, 21 Sep 2017 23:06:58 +0530 | UPDATED: Sat, 23 Sep 2017 15:18:29 +0530

બહુમતિ સાથે સંધિ કરાર પાસ થયો

સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભામાં પરમાણુ હથિયારો પર પ્રતિબંધ સંધી પર આજે ૫૦થી વધુ દેશોએ હસ્તાક્ષર કર્યા છે. જોકે, દુનિયાની પરમાણુ સંપન્ન શક્તિઓએ આ સંધીને ફગાવી દીધી છે. દુનિયામાંથી પરમાણુ હથિયારોને નષ્ટ કરવા સંબંધિત આંતરરાષ્ટ્રીય અભિયાનના કાર્યકારી ડાયરેક્ટર બેટ્રાઈસ ફીને આ અંગે જણાવ્યુ હતું કે, આ સંધી પર હસ્તાક્ષર કરનાર દેશો એવા રાષ્ટ્રો છે જે દુનિયાને નેતૃત્વનો માર્ગ દર્શાવી રહ્યા છે. દુનિયાને આજે એવા નૈતિક નેતૃત્વની જરૂર છે જે પોતાના સ્વાર્થ માટે નહીં પરંતુ માનવજાતના કલ્યાણ માટે વિચારે.

આ સંધી પર હસ્તાક્ષર કરનાર દેશોમાં ઈન્ડોનેશિયા, આયર્લેન્ડ, ગુયાન, થાઈલેન્ડ, વેટિકન વગેરેનો સમાવેશ થાય છે. આ સંધી કરારને લાગુ કરવા માટે ૫૦ દેશોની મંજુરી જરુરી હતી.  જે મંજુરી મળી ગઈ છે. જેથી હવે આ દેશો કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં પરમાણુ હથિયાર તૈયાર કરવા, પરીક્ષણ કરવુ કે તેને ખરીદવા જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે નહીં. જોકે, અમેરિકા સહિત અન્ય તમામ પરમાણુ શક્તિ સંપન્ન દેશોએ આ સંધીનો વિરોધ કર્યો હતો.

પરમાણુ હથિયાર પર પ્રતિબંધ સંબંધિત સંધીનો પ્રસ્તાવ જુલાઈ ૨૦૧૭માં રજુ કરાયો હતો. તે સમયે ૧૨૨ દેશોએ આ પ્રસ્તાવનુ સમર્થન કર્યુ હતું. જેમાં ઓસ્ટ્રીયા, બ્રાઝિલ, મેક્સિકો, દ.આફ્રિકા અને ન્યુઝિલેન્ડ જેવા દેશનો સમાવેશ થાય છે. જ્યારે આ સંધીનો વિરોધ કરનાર દેશોમાં અમેરિકા, રશિયા, બ્રિટેન, ચીન, ભારત, પાકિસ્તાન, ઉત્તર કોરીયા અને ઈઝરાયલનો સમાવેશ થાય છે. 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.