ગોદાવરીમાં બોટ ડુબતા 40 તણાયાં,રેસક્યુ ટીમે 17ને બચાવ્યા

ગોદાવરીમાં બોટ પલ્ટી ખાતા 23 વ્યક્તિઓ ગુમ થઇ ગઇ
By: Monika Vyas   PUBLISHED: Wed, 16 May 2018 12:35:04 +0530 | UPDATED: Wed, 16 May 2018 12:35:04 +0530


ગોદાવરી

આંધ્ર પ્રદેશના પુર્વ ગોદાવરી જિલ્લામાં એક મુસાફરોથી ભરેલ બોટ પલ્ટી ખાઈ જતા અનેક નિર્દોષોએ જીંદગી ગુમાવી છે. દુર્ઘટના સમયે બોટમાં ૪૦ મુસાફરો સવાર હતા. દુર્ઘટનના પગલે ઘટના સ્થળે દોડી આવેલા રાહત અને બચાવ દળ દ્વારા રેસક્યુ ઓપરેશન હાથ ધરીને ૧૭ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જો કે ૨૩ વ્યક્તિઓ હજી ગુમ છે. જે પૈકી કેટલાકના  મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હજી સુધી દુર્ઘટના સર્જાવાનુ કારણ સામે આવ્યુ નથી.

 મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ જિલ્લા અધિકારીઓ સાથે ફોન પર વાત કરીને દુર્ઘટના અંગે માહીતી મેળવી હતી. એક અધિકારીએ જણાવ્યુ હતુ કે પ્રાથમિક અનુમાન મુજબ ભારે પવનના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.

 બોટ કોંદામોડાલુથી રાજમહન્દ્રવરમ જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ એનડીઆરએના જવાનો ગુમ થયેલ લોકોને શોધવાના કામમાં લાગેલા છે. દુર્ઘટના સમયે બોટમાં કેટલા લોકો સવાર હતા તે અંગે પણ સત્તાવાર રીતે કોઈ આંકડો સામે આવ્યો નથીં, પરંતુ સ્થાનીક સુત્રોના જણાવ્યા મુજબ ૧૦ જેટલા લોકો તરીને કિનારા સુધી પહોચવામાં સફળ રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે. વડાપ્રધાને ટ્વીટર પર જણાવ્યુ હતુ કે આંધ્ર પ્રદેશમાં બોટની દુર્ઘટના અંગે જાણીને દુખ થયુ છે. ગુમ થયેલ લોકો સુરક્ષીત પરત ફરે તેવી પ્રાર્થના કરું છું.

દુર્ઘટનાને લાંબો સયમ વ્યતિત થઈ ચુક્યો છે. જેના કારણે ગુમ થયેલ કેટલાક લોકોનાં મોતની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.