નવસારી રદ થયેલી જુની 3.50 કરોડ રૂપિયાની નોટો સાથે 4 પકડાયા

નવસારી પોલિસે રદ થયેલી 500 અને 1000 રૂપિયાની નોટો પકડી
By: Monika Vyas   PUBLISHED: Mon, 11 Feb 2019 11:36:54 +0530 | UPDATED: Mon, 11 Feb 2019 11:36:54 +0530

નવસારી

નોટબંધીના ત્રણ વર્ષ બાદ પણ ગુજરાતમાં રદ થયેલી 500 અને 1000ની નોટો પકડાવવાનો સિલસિલો ચાલુ રહ્યો છે.રવિવારે નવસારીમાં લોકલ ક્રાઈમબ્રાંચે ઉંડાચ ગામ નજીકથી રુપિયા 3.50 કરોડ રૂપિયાની જૂની રદ કરવામાં આવેલી ચલણી નોટ ઝડપી પાડી છે. સાથે જ ચાર ઈસમોની પણ અટકાયત કરી છે.પોલિસે જે ચાર જણની અટકાયત કરી છે.

નવસારી લોકલ બ્રાંચની પોલિસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન નેશનલ હાઈવે નંબર 48 પર ઉંડાચ ગામ પાસે એક કારની તપાસ કરતાં આ જૂની રજ થયેલી 500 અને 1000ની ચલણી નોટનો જથ્થો ઝડપાયો હતો. 

પ્રાથમિક પૂછપરછમાં આ જૂની ચલણી નોટ મુંબઈની અલગ અલગ જગ્યાએથી લાવ્યા હોવાનું સામે આવ્યું છે.પોલિસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે રદ થયેલી નોટોને મુંબઈથી 7 ટકે લાવીને 10 ટકે ધંધો વટાવવાની હતી. પોલીસે ફેક કરન્સી સાથે કાર મોબાઈલ વગેરે ઝપટ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અહીં એ પણ ઉલ્લેખનીય છે નવસારીમાં ગત નવેમ્બર મહિનામાં પણ 69 લાખ રૂપિયાની રદ થયેલી જુની ચલણી નોટોનો સાથે બે આરોપીઓને પકડ્યા હતા.

પકડાયેલા આરોપીઓ
૧) જીતેન્દ્ર રકનિધિ પાણીગ્રહી રહે નાલાસોપારા મહારાષ્ટ્ર 
૨) ફકીર ગુલામ મોટરવાલા રહે જલાલપોર.નવસારી 
3) મહમદ મોબિન મહમદ યાકુબ શેખ (રહે. કુર્લા મહારાષ્ટ્ર) 

૪) અલ્તાફ અયુબ શેખ, રહે પારડી વલસાડ

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.