દાઉદની ૩ પ્રોપર્ટીઓની રૂા. ૧૧.૫ કરોડમાં થઈ હરાજી

ડામરવાલા બિલ્ડિંગ ૩.૫૨ કરોડ, શબનમ ગેસ્ટ હાઉસ ૩.૫૨ કરોડ, અફરોઝ હોટલ ૪.૫૨ કરોડમાં વેચાઈ
By: admin   PUBLISHED: Tue, 14 Nov 2017 21:32:21 +0530 | UPDATED: Tue, 14 Nov 2017 21:32:21 +0530

સૈફી બુરહાની ટ્રસ્ટે ખરીદી સંપત્તિ

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની જપ્ત કરવામાં આવેલ ૩ પ્રોપર્ટી મંગળવારે ૧૧.૫ કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી. ત્રણેય પ્રોપર્ટી સૈફી બુરહાની અપલિફ્ટિંગ ટ્રસ્ટે ખરીદી છે. જેમાં ડામરવાલા બિલ્ડિંગની ૩ કરોડ ૫૨ લાખ ૫૩ હજારમાં, શબનમ ગેસ્ટ હાઉસની ૩ કરોડ ૫૨ લાખમાં અને રૌનક અફરોઝ હોટલની ૪ કરોડ ૫૨ લાખ ૫૩ હજારમાં હરાજી થઈ હતી.

ગત વખતે જર્નાલિસ્ટ એસ બાલાકૃષ્ણને આ માટે ચાર કરોડ ૨૮ લાખ રૂપિયાની સૌથી મોટી બોલી લગાવી હતી, પરંતુ તે સમય મર્યાદામાં રકમ ચુકવી શક્યા નહતા.  આપને જણાવી દઈએ કે, સૈફી બુરહાની અપલિફ્ટિંગ ટ્રસ્ટ ભિંડિ બજાર વિસ્તારનો વિકાસ કરે છે.

ટ્રસ્ટે હોટલ અફરોઝ, શબનમ ગેસ્ટ હાઉસ અને ડામરવાલા બિલ્ડિંગમાં ૫ રૂમ માટે ૯ કરોડની સફળતાપૂર્વક બીડ કરી હતી.હરાજમાં સામેલ થનાર ઓલ ઈન્ડિયા હિન્દુ મહાસભાના પ્રેસીડેન્ટ સ્વામી ચક્રપાણી મહારાજ પર તમામની નજર હતી. કારણકે તેમણે દાઉદની હોટલ ખરીદીને ત્યાં શૌચાલય બનાવવાની વાત કરી હતી.  ગત વખતે હરાજીમાં દાઉદની કાર ખરીદી તેમણે જાહેરમાં સળગાવી હતી.

હરાજી થયેલ દાઉદની પ્રોપર્ટીની રીઝર્વ પ્રાઈઝ

•             શબનમ ગેસ્ટ હાઉસ : ૨ માળનુ બિલ્ડિંગ છે, જે ભિંડી બજારમાં યાકુબ સ્ટ્રીટ પર આવેલ છે, તેની રીઝર્વ પ્રાઈઝ ૧ કરોડ ૨૩ લાખ રૂપિયા રખાઈ હતી.

•             ડામરવાલા બિલ્ડિંગ : આ બિલ્ડિંગ પરમોડીયા અને યાકુબ સ્ટ્રીટના કોર્નર પર આવેલી છે, તેમાં ૮૦ના દાયકામાં દાઉદ અને તેનો પરિવાર રહેતો હતો, જેની રીઝર્વ પ્રાઈઝ ૧ કરોડ ૫૫ લાખ ૭૬ હજાર રખાઈ હતી.

•             હોટલ રોનક : ભિંડી બજારમાં જ બનેલી આ હોટલ માટે ૧ કરોડ ૧૮ લાખની રીઝર્વ પ્રાઈઝ રાખવામાં આવી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.