આચાર સંહિતાના ભંગ બદલ રહાણેને ૧૨ લાખનો દંડ થયો

મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં ધીમા ઓવરરેટ બદલ રાજસ્થાન રોયલ્સની ટીમ આચારસંહીતા ભંગમાં દોષીત
By: admin   PUBLISHED: Mon, 14 May 2018 22:28:43 +0530 | UPDATED: Mon, 14 May 2018 22:28:43 +0530

મેચ રેફરી દ્વારા કરવામાં આવ્યો દંડ

આઈપીએલ ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સના કેપ્ટન અજિક્ય રાહણેને આઈપીએલીની આચાર સંહિતાના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે રવિવારે રાત્રે રમાયેલ મેચમાં ધીમા ઓવર રેટ બદલ રાહણને આચાર સંહિતા ભંગનો દોષીત ગણાવીને આ દંડ ફટકારવામાં આવ્યો છે. વાનખેડા સ્ટેડીયમમાં રમાયેલ આ મેચમાં રાજસ્થાને રોહિત શર્માની આગેવાની વાફ્રી મુંબઈ ઈન્ડિયન્સને સાત વિકેટે પરાજય આપ્યો હતો.

આઈપીએલની ૧૧મી સિઝનમાં રાજ્સ્થાનની ટીમને પ્રથમ વખત સ્લો ઓવરરેટ બદલ આઈપીએલની આચાર સંહિતા ભંગનો આરોપ લાગ્યો છે. જેથી ટીમના કેપ્ટન હોવાના કારણે અજિક્ય રાહણેને ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આપીએલ તરફથી જાહેર કરવામાં આવેલ પ્રેસનોટમાં જણાવવામાં આવ્યુ છે કે આ સત્રમાં રાજસ્થાનની ટીમની આ પહેલી ભુલ છે જેથી આઈપીએલની આચાર સંહિતા મુજબ ટીમના કેપ્ટન અજિક્ય રાહણેને ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

જો કે રાજ્સતાને મુંબઈ સામે મેચ જીતીને પ્લેઓફ માટેની પોતાની આશાઓ જીવંત રાખી છે. જ્યારે મુંબઈનો માર્ગ હવે મુશ્કેલ બની ચુક્યો છે. રાજસ્થાને હવે આવતીકાલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મેચ રમવાની છે. આ મેચ બન્ને ટીમો માટે કરો યા મરોની સ્થિતી સમાન બની રહેશે. જેને લઈને આવતીકાલે બન્ને ટીમો પોતાની મેચ જીતવા માટે પ્રયત્ન કરશે. જેને જોતા આ મેચ મહત્વપુર્ણ બની રહેશે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.