જાપાનમાં તોફાન ઝેબીને લઈ ૬૦૦થી વધુ ફ્લાઈટ્‌સ રદ્દ
જાપાનમાં તોફાન ઝેબીને લઈ ૬૦૦થી વધુ ફ્લાઈટ્‌સ રદ્દ
જાપાનમાં તોફાન ઝેબીને લઈ ૬૦૦થી વધુ ફ્લાઈટ્‌સ રદ્દ
જાપાનમાં તોફાન ઝેબીને લઈ ૬૦૦થી વધુ ફ્લાઈટ્‌સ રદ્દ
જાપાનમાં તોફાન ઝેબીને લઈ ૬૦૦થી વધુ ફ્લાઈટ્‌સ રદ્દ
જાપાનમાં ૧૬૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રાટક્યુ ઝેબી વાવાઝોડુ : ૨૫ વર્ષનુ સૌથી શક્તિશાળી વાવાઝોડુ... જાપાન પર વધુ એક ખતરો મંડરાયો જાપાનમાં પશ્ચિમી અને પૂર્વી વિસ્તારોમાં ઝડપી ફુંકાતા પવનો અને ભારે વરસાદના પુર્વાનુમાન બાદ શક્તિશાળી વાવાઝોડુ ઝેબીએ દસ્તક આપતા આજે ૬૦૦થી વધુ ઉડાણ રદ્દ કરવામાં આવી છે. જાપાનમાં વાવાઝોડા ઝેબીને લઈ તંત્ર હાઈએલર્ટ પર છે. જેના પગલે આજે ૬૦૦થી વધુ ફ્લાઈટ્‌સ રદ્દ કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પશ્ચિમ અને પૂર્વીય વિસ્તારમાં ભારે પવન અને ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. જાપાન હવામાન વિભાગે હરીકેન ઝેબીને અત્યંત શક્તિશાળી હોવાનુ જણાવ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, શિકુકો ટાપુ અને દ્વીપકલ્પમાં તે વધુ શક્તિશાળી તોફાન બની ત્રાટકી શકે છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ તે સંભવિત રીતે શક્તિશાળી તરંગો, તેમજ તેના કારણે પૂર અને ભૂસ્ખલનની થવાની ચેતવણી પણ આપવામાં આવી છે. એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે ઝેબી છેલ્લા ૨૫ વર્ષોમાં સૌથી શક્તિશાળી વાવાઝોડુ સાબિત થઈ શકે છે. ઓસ્કા-હિરોશિમા માર્ગ પર સર્વિસીસ ટ્રેન અને હાઈસ્પીડ રેલ સેવાઓ અનિશ્ચિત સમયથી બંધ કરવામાં આવી છે. કેટલીક કંપનીઓએ આજે તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સલાહ આપી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં શાળાઓ પણ અનિશ્ચિત સમય સુધી બંધ કરવામાં આવી છે. યુનિવર્સલ સ્ટુડિયો ઓસાકાએ પણ તેની સેવાઓ બંધ કરી દીધી છે. આ ઉનાળામાં જાપાનમાં ઘણા વાવાઝોડાઓ અને ભારે વરસાદના કારણે ૨૦૦ લોકોના મોત નિપજ્યા છે.

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.