સીએમ રુપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ કર્યુ નિરીક્ષણ
સીએમ રુપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ કર્યુ નિરીક્ષણ
સીએમ રુપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ કર્યુ નિરીક્ષણ
સીએમ રુપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ કર્યુ નિરીક્ષણ
પીએમ મોદીના હસ્તે થશે લોકાર્પણ.. સરદાર સરોવર નર્મદા ડેમથી ૩ કિલોમીટર દૂર સાધુ બેટ પર બની રહેલ વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. આ કામગીરીની સમીક્ષા કરવા આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કેવડિયા કોલોની પહોંચ્યા હતા. ૩૧ ડિસેમ્બર, ૨૦૧૪થી ભવ્ય સ્ટેચ્યુનુ કામ શરુ થયુ હતું, જે ૩૧ ઓક્ટોબર સરદાર પટેલની જન્મજયંતિ હોવાથી પીએમ મોદીના હસ્તે તેનુ લોકાર્પણ કરવાની યોજના છે. હાલ સરદાર પટેલની ભવ્ય અને પૂરા કદની પ્રતિમાનુ ૬૦ ટકા જેટલુ કામ પૂર્ણ થઈ ગયુ છે. ત્યારે આજે મુખ્યમંત્રી રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ત્યાંની મુલાકાતે પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન કામનુ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું. કામનુ નિરીક્ષણ કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રુપાણીએ સર્કિટ હાઉસમાં અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અને ડેમના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં મુખ્યમંત્રી રુપાણીએ ડેમના અધિકારીઓને ૩૧ ઓક્ટોબર સુધીમાં કામ પૂર્ણ કરવા માટે સૂચના પણ આપી હતી. મહત્વનુ છે કે વિશ્વનુ સૌથી ઉંચુ વિરાટ સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ નિર્માણ હાલ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા નદી ઉપર સરદાર સરોવર ડેમથી ૩ કિલોમીટર દૂર નર્મદા નદીના પટમાં બનાવવામાં આવી રહ્યુ છે.

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.