એરપોર્ટ પર ધૂળ ખાય છે માલ્યાનું પ્લેન
એરપોર્ટ પર ધૂળ ખાય છે માલ્યાનું  પ્લેન
વિજય માલ્યા ભલે બેંકોને અબજો રુપિયાનો ચૂનો લગાવી હાલ લંડનમાં જલસા કરતો હોય, પરંતુ તેની જે પ્રોપર્ટીઓ જપ્ત કરાઈ હતી તેમાંથી પણ હજુય ભાગ્યે જ કોઈ રિકવરી થઈ શકી છે. દેવાળિયા વિજય માલ્યાનું વિમાન પણ ડિસેમ્બર 2013માં જપ્ત કરાયું હતું, જે આજની તારીખે પણ મુંબઈ એરપોર્ટ પર પડ્યું-પડ્યું ધૂળ ખાય છે. માલ્યાનાં ફેવરિટ કહેવાતા આ પ્લેનને પાર્ક કરવાનો ચાર્જ કલાકના 15,000 રુપિયા છે. આ પ્લેન વિજય માલ્યા 1000 કરોડ રુપિયા ચૂકવવામાં નિષ્ફળ ગયો ત્યારે જપ્ત કરાયું હતું. જોકે, આ પ્લેનને કારણે મુંબઈ એરપોર્ટની મોકાની જગ્યા પાંચ વર્ષથી રોકાયેલી પડી છે, અને કેટલો સમય આ પ્લેન આમ જ પડ્યું રહેશે તેની કોઈને ખબર નથી.

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.